નાના નાના ગલૂડિયાંને દૂધ પીવડાવતા જોવા મળ્યા ગાય માતા, અધિકારીએ કહ્યું, “આવું તો ફક્ત ભારતમાં જ જોવા મળે !” જુઓ વીડિયો

ઇન્ટરટનેટની દુનિયામાં ઘણી એવી ઘટનાઓ સામે આવે છે જે વાયરલ થઇ જાય છે. ઘણા એવા વીડિયો પણ હોય છે જેને વારંવાર જોવાનું મન થાય અને ઘણા વીડિયો આપણું દિલ પણ જીતી લેતા હોય છે, ખાસ કરીને પ્રાણીઓ સાથે જોડાયેલા વીડિયો જોવાનું લોકો ખુબ જ પસંદ કરે છે, ત્યારે હાલ એક ગાય માતાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે ભૂખથી રિબાતા ગલુડિયાઓને દૂધ પીવડાવી રહી છે.

ભારતમાં હિંદુ ધર્મના લોકો ગાયને પૂજનીય પ્રાણી માને છે અને તેનું સન્માન કરીને તેને ગૌ માતા તરીકે સંબોધે છે. ગાય પૃથ્વી માતાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેનું દૂધ તમામ જીવોને પોષણ પૂરું પાડે છે. ત્યારે હાલ વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક ગાય તેના પોતાના વાછરડા કે અન્ય ગાયોના વાછરડા નહીં પરંતુ શ્વાનના બચ્ચાને પોતાના આંચળથી દૂધ પીવડાવતી જોવા મળે છે.

વાયરલ વીડિયોમાં ગાય ચાર નાના ગલુડિયાઓને દૂધ પીવડાવતી જોવા મળે છે. તેની માતાએ તેને ગાયના આધારે અહીં છોડી દીધા હોય તેમ લાગી રહ્યું છે. આ વીડિયોને ટ્વિટર પર શેર કરતા ભારતીય વન સેવા (IFS) અધિકારી સુશાંત નંદાએ કેપ્શનમાં લખ્યું, “આ ફક્ત ભારતમાં જ થઈ શકે છે. ત્યજી દેવાયેલા ગલુડિયાઓને ઉછેરતી ગાય માતા”

હવે સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ઘણા લોકો આ વીડિયો ઉપર પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે ખરેખર ગાય માતા છે અને ધરતી ઉપર આવું કામ ફક્ત ગાય માતા જ કરી શકે છે. આ સિવાય પણ ઘણા બધા લોકો કોમેન્ટની અંદર પોતાના પ્રિતભાવ આપતા જોવા મળે છે.

Niraj Patel