માસ્ક વગર ગાડીની અંદર ફરી રહ્યું હતું કપલ, પોલીસે રોક્યા તો મહિલાએ કહ્યું, “મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને ચણા વેંચતા કરી નાખીશ” જુઓ વીડિયો

કોરોના કાળમાં માસ્ક હવે જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે. માસ્ક કોરોના સામે રક્ષણ આપે છે, ત્યારે સરકાર પણ માસ્ક પહેરવા બાબતે કડક બની છે અને માસ્ક ના પહેરા લોકો પાસેથી દંડ પણ વસૂલી રહી છે.

આવામાં ઘણા કિસ્સાઓમાં ઘણા લોકો માસ્ક નથી પહેરતા આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં એક દંપતી માસ્ક પહેર્યા વગર ગાડીમાં ફરી રહ્યા છે અને જ્યારે પોલીસે તેમને પકડ્યા તો એવા જવાબ આપ્યા જે જાણીને તમે પણ હેરાન રહી જશો.

આ વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જે મહિલા બેઠેલી છે તે પોલીસને પણ ધમકાવી રહી છે અને એમ પણ કહી રહી છે કે હું મારી ઓકાત ઉપર આવી ગઈ તો મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પણ ચણા વેંચતા કરી નાખીશ.

આ ઉપરાંત મહિલા એમ પણ વારંવાર કહી રહી છે પોલીસને કે તમે મારી ગાડીને હાથ કેમ લગાવ્યો, હું મારા પતિને કિસ કરીશ તો તમે શું કરી લેશો. મને રોકીને બતાવો. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોની અંદર જે મહિલા બોલી રહી છે તેને યુપીએસસી ક્લિયર કરી દીધી છે. ત્યારે હવે સોશિયલ મીડિયામાં લોકો પણ જણાવી રહ્યા છે કે યુપીએસી ક્લિયર કરી તો કંઈપણ કરી શકે છે ? એનું યુપીએસસી રદ્દ થવું જોઈએ.

Niraj Patel