કોરોના અને ગંદકીના કારણે બજારની પાણીપુરીના સ્વાદથી વંચિત રહેનારા લોકો માટે આવી ગયું એવું મશીન કે જેમાં રોબોર્ટ બનાવશે પાણીપુરી, જુઓ વીડિયો

પાણીપુરીનું નામ સાંભળવાની સાથે જ ભલભલા લોકોના મોઢામાં પાણી આવી જાય. પરંતુ છેલ્લા થોડા સમયથી કોરોનાના કારણે ઘણા લોકો બજારની પાણીપુરી ખાતા અચકાય છે, તો સોશિયલ મીડિયા અને સમાચારમાં પણ પાણીપુરીના હાઇજીનને લઈને એવી એવી ઘટનાઓ સામે આવી છે કે ઘણા લોકો ઇચ્છવા છતાં પણ પાણીપુરીનો સ્વાદ નથી માણી શકતા.

સોશિયલ મીડિયાની અંદર ઘણા એવા વીડિયો જોવા મળે છે, જેમાં પાણીપુરીની અંદર ભેળસેળ, જીવાત નીકળવી અને યુરિન ભેળવવું જેવી ઘટનાઓ સામે આવતી હોય છે, જેના કારણે ઘણા લોકોને પાણીપુરી ભાવતી હોવા છતાં પણ મન મારવું પડે છે.  પરંતુ હવે આ બધી જ ચિંતાઓથી છુટકારો મળવાનો છે.

દિલ્હીની અંદર એક એવું મશીન ડિઝાઈન કરવામાં આવ્યું છે જેમાં તમે કોન્ટેક્ટલેસ પાણીપુરીનો લુપ્ત ઉઠાવી શકશો. આ મશીન જાતે જ બધું કામ કરે છે. આ મશીન ચલાવવા વાળા ગોવિંદનું કહેવું છે કે આ મશીનને ખાસ કલાઉડ તકનીકથી બનાવવામાં આવ્યું છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે રસ્તા ઉપર એક ચમકદાર પીળા રંગનું વેડિંગ મશીન છે. આ વીડિયોની અંદર આ મશીનને બનાવવા વાળા ગોવિંદ પણ નજર આવે છે. જે એક રોબોટિક્સ ઈજનેર છે. ગોવિદ મશીનના કામો વિશે જણાવે છે અને કહે છે કે આ એક વિશેષ ક્લાઉડ તકનીક દ્વારા ભારતમાં જ બની છે.

તે આગળ જણાવે છે કે ગ્રાહકને ફક્ત મશીન ઉપર દેખાઈ રહેલા ક્યુઆર કોડને સ્કેન કરવાનો રહેશે. જેના બાદ પૈસાની ચુકવણી કર્યા પછી 20 રૂપિયાની કિંમતમાં મશીન પાણીપુરીનું એક સંપૂર્ણ પેક બોક્સ બનાવે છે. જેના બાદ પાણીનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. ચાર અલગ અલગ સ્વાદના પાણી બતાવવામાં આવ્યા છે. જેના દ્વારા તમે તેમાંથી એક એક કરીને ચારેય પાણીનો આનંદ ઉઠાવી શકો છો.

આ મશીનનો કમાલ એટલો જ નથી. ફક્ત 21 રૂપિયામાં મસાલેદાર વડાપાંવ પણ મળે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને લાખો વાર જોવામાં આવ્યો છે. આ જોઈને યુઝર્સ પણ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકોને આ મશીન પસંદ આવી રહ્યું છે અને કહી રહ્યા છે કે હવે ગંદકી વગરની પાણીપુરી ખાવા મળશે.

Niraj Patel