ભારતમાં 26 વર્ષથી બની રહ્યું છે વિશ્વનું પહેલું ॐ આકારનું શિવ મંદિર

આમ તો ભારતમાં લાખો મંદિરો આવેલા છે પરંતુ આજે અમે તમને જે મંદિરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે અનોખુ છે. ॐ આકારનું મંદિર તમે ભાગ્યે જ જોયું હશે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનના જાડન ગામમાં ઓમ(ॐ) આકારનું શિવ મંદિર બની રહ્યું છે. નોંધનિય છે કે હિન્દુ સંસ્કૃતિમાં ॐનું ખુબ જ મહત્ત્વ છે.

જોધપુરથી 75 કિમી દૂર આવેલા જાડન ગામમાં આકાર લઈ રહ્યું છે મંદિર : આ સૃષ્ટીની રચના કરનાર ત્રિદેવ એટલે કે બ્રહ્મા,વિષ્ણુ અને મહેશને ॐનું પ્રતિક માનવામાં આવે છે. હવે ॐ આકારનું આ મંદિર બનીને લગભગ તૈયાર છે. એક સ્થાનિક વ્યક્તિના જણાવ્યા પ્રમાણે આ મંદિર જોધપુર શહેરથી લગભગ 75 કિમી દૂર જાડન ગામમાં બનાવવામાં આવ્યું છે. તેની ખાસિયત એ છે કે જોઈ કોઈ વ્યક્તિ સેટેલાઈટ કે ડ્રોનથી તેને જોશે તો ॐ આકારનું જોવા મળશે.

26 વર્ષથી બની રહ્યું છે મંદિર : નોંધનિય છે કે ॐ મહામંત્રનો જાપ રોજ સવારે ઉઠીને કરવામાં આવે છે, ભારતીય શાસ્ત્રોમાં પણ ॐ નું અનોખુ મહત્વ છે. ॐ આકારના આ મંદિરનું નિર્માણ ઉત્તર ભારતની નાગર શૈલી સ્થાપત્ય કળા અને વાસ્તુ કળાના આધારે કરવામાઁ આવ્યું છે. અંદાજે અડધા કિમીના વિસ્તારમાં ફેલાયેલા આ મંદિરનું નિર્માણ કાર્ય 26 વર્ષથી ચાલી રહ્યું છે. આ મંદિર 4 ખંડમાં વિભાજીત છે તેમા એક ખંડ ભૂગર્ભમાં આવેલ છે. આ મંદિર 250 એકરમાં બની રહ્યું છે.

આ મંદિરને બનાવવામાં અંદાજે 400 લોકો કામે લાગેલા છે : વિશ્વના એક માત્ર ॐ આકારના આ મંદિરનું કાર્ય લગભગ પુરુ થવાના આરે છે. આ મંદિરમાં 1008 શિવની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. જેમા તમને 12 જ્યોતિર્લિંગ પણ જોવા મળશે. આ મંદિરની ઈમારતની લંબાઈ 500 મીટર છે અને જમીનથી શિખરની ઉંચાઈ 135 ફૂટ છે. જેમા 108 ઓરડા બનાવવામાં આવ્યા છે. આ આખુ સ્થાપત્ય 2 હજાર થાંભલા પર ઉભુ છે. આ મંદિરને બનાવવામાં અંદાજે 400 લોકો કામે લાગેલા છે.

કેવી રીતે મંદિરે પહોંચશો : તમને જણાવી દઈએ કે રાજસ્થાનનો જાડન આશ્રમ પાલીથી પસાર થતા નેશનલ હાઈવે 62 પર સડક કિનારે સ્થિત છે. તેનું નજીકનું એરપોર્ટ જોધપુર છે. જે અંદાજે 71 કિમી દૂર છે. અહિં ટ્રેન દ્વારા પણ પહોંચી શકાય છે. દિલ્હીથી અમદાવાદ ચાલતી ટ્રેનના માધ્યમથી મારવાડ સુધીની સફર કરવાની રહેશે. ત્યાંથી જાડન 23 કિમી દૂર છે. પાલી-સોજત માર્ગ પર ચાલતી બસ દ્વારા પણ જાડન પહોંચી શકાય છે.

YC