રસ્તા ઉપરથી જો નીચે પડેલા પાંચ રૂપિયા મળ્યા હોય તો પણ આપણે રાજીના રેડ થઇ જઈએ, પરંતુ જો કોઈ તમને એમ કહી દે કે તમારા ગામમાં સોનાનો પહાડ નીકળ્યો છે તો ? આ વાત સપના જેવી જરૂર લાગે, પરંતુ આ હકીકતમાં બન્યું છે.

મધ્ય આફ્રિકાના કોંગોમાં એક નવા પહાડની ઓળખ થઇ છે. જેનો 60થી 90 ટકા જેટલા ભાગમાં સોનુ હોવાની વાત જણાવવામાં આવી રહી છે. રોયટર્સના રિપોર્ટ પ્રમાણે સ્થાનિક લોકોને જ્યારે તેની ખબર મળી તો હજારો ગ્રામજનો સોનુ ખોદવા માટે દોડી પડ્યા હતા.

કોંગોના આ પહાડની અંદર ખોદકામ કરતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ટ્વીટર ઉપર પત્રકાર અહમદ અલગોહબરીએ આ વીડિયોને પોસ્ટ કર્યો છે સાથે લખ્યું છે કે કોંગોના ગામ વાળા આશ્ચર્યમાં પડી ગયા જયારે તેમને સોનાથી ભરેલો પહાડ મળ્યો.

સોનાના આ પહાડ મળવાની ઘટના કોંગોના કિવુ પ્રોવિન્સની છે. એક અધિકારીએ જણાવ્યું કે મોટી ભીડ ઉમળવાના કારણે માઇનિંગ ઉપર થોડા સમય માટે રોક લગાવી દેવામાં આવી.

કોંગોની અંદર ગોલ્ડ માઇનિંગ સામાન્ય બાબત છે. દેશના ઘણા ભાગની અંદર સોનુ હાજર છે. તો સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે માઇનિંગ ઉપર તત્કાલ એટલા માટે રોક લગાવવામાં આવી કે ખનિજોની ઓળખ થઇ શકે અને રજીસ્ટ્રેશન બાદ તે માઇનિંગ કરી શકશે.
A video from the Republic of the Congo documents the biggest surprise for some villagers in this country, as an entire mountain filled with gold was discovered!
They dig the soil inside the gold deposits and take them to their homes in order to wash the dirt& extract the gold. pic.twitter.com/i4UMq94cEh— Ahmad Algohbary (@AhmadAlgohbary) March 2, 2021
રોયટર્સના રિપોર્ટપ્રમાણે કોંગોમાં સોનાનું ખોદકામ હકીકતના આંકડા યોગ્ય રીતે રીપોર્ટ નથી થઇ શકતા. સંયુક્ત રાષ્ટ્રના એક્સપર્ટ્સના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કોંગોના પાડોશી દેશોની મદદથી મોટા પ્રમાણમાં સોનાનું સ્મગલિંગ કરવામાં આવે છે.