હકાભા ગઢવીએ કર્યો અન્નજળનો ત્યાગ, આહીર અને ચારણ સમાજ વચ્ચે થયો વિવાદ, જુઓ હકાભાનો વીડિયો

ગીગા ભમ્મરના વિવાદિત  નિવેદન બાદ ગુસ્સે ભરાયા ચારણ સમાજના કલાકારો, હકાભા ગઢવીએ વીડિયો શેર કરીને વ્યક્ત કર્યો ગુસ્સો, જુઓ

Conflict between Charan and Ahir community : આપણા દેશમાં ઘણીવાર હિંદુઓમાં જ્ઞાતિને લઈને ઘણીવાર વિવાદ વધતો હોય છે. હાલ એવો જ એક વિવાદ આહીર અને ચારણ સમાજ વચ્ચે સર્જાયો છે. જેના કારણે મોટો હોબાળો મચી ગયો છે અને આ વિવાદમાં મોટા મોટા કલાકરો પણ હવે ઝંપલાવતા હોવા મળી રહ્યા છે. ત્યારે હકાભા ગઢવીનો પણ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને તેઓ તતો અન્નજળનો ત્યાગ કરવા સુધીની વાત પણ વીડિયોમાં જણાવી છે.

આહીર અને ચારણ સમાજ વચ્ચે વિવાદ :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર તળાજામાં આહિર જ્ઞાતિના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના અગ્રણીએ ચારણ સમાજ દ્વારા ખોટા વખાણ કરીને સમાજને લૂંટી લેતા હોવાના દાવા કર્યા હતા. આ ઉપરાંત તેમને એમ પણ કહ્યું કે ચારણોથી હંમેશા દુર રહેવું નહીં તો તમે ભિખારી થઈ જશો. ચારણને ઘરમાં પણ ન ઘુસવા દેવા જોઈએ જેવા ગંભીર આક્ષેપો કર્યા હતા. જેને લઈને આહીર અને ચારણ સમાજ વચ્ચે વિવાદ ઊભો થયો છે.

હકાભા ગઢવીએ વ્યક્ત કર્યો ગુસ્સો :

આ મામલે હાસ્યકલાકાર હકાભા ગઢવીએ પણ એક વીડિયો શેર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. તેમને કહ્યું કે, “હું આ મામલાને લઈને સમગ્ર સમાજને દોષ ન આપી શકું, પરંતુ કાર્યક્રમમાં સમાજના અનેક આગેવાનો હતા. તેમાંથી એક પણ આગેવાનને સમજાયું નહીં કે આ વ્યક્તિને આવું બોલતા રોકાય .હું ગઢવી સમાજના તમામ કલાકારોને કહેવા માંગુ છું કે, જે સમાજના વખાણ કર્યા તેના કરાય બીજાના ન કરાય. કેમ કે જે ઈજ્જત કરતા હોય તે જ ઈજ્જત કરી શકે.”

અન્ન જળનો કર્યો ત્યાગ :

હકાભાએ એમ પણ જણાવ્યું કે, “ચારણ તરીકે હું આજથી તળાજાના અન્ન જળનો ત્યાગ કરૂ છું. ક્યારે પણ તળાજાનું પાણી પણ નહી પીઉ અને ક્યારે પણ તળાજામાં કાર્યક્રમ નહી કરૂ. ત્યારે આ મામલે હવે રાજભા, હરેશદાન અને માયાભાઇએ પણ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. હકાભાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel