ખબર વાયરલ

રસ્તા ઉપર પુરપાટ ઝડપે જતી ટ્રક વળાંક લેવા ગઈ અને અંદર ભરેલી 2000 બિયરની બોટલ રસ્તા ઉપર થઇ ગઈ રેલમછેલ, પછી લોકોએ… જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને ઘન બધા વીડિયો વાયરલ થતા રહે છે, ત્યારે હાલ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે જૂનો છે પરંતુ તેમાં એક મજેદાર ઘટના જોવા મળી રહી છે. એક ચાલુ ટ્રકમાંથી બિયરની બોટલો રસ્તા ઉપર પડી જાય છે, જેના બાદ સ્થાનિક લોકોએ જે કર્યું તે દિલ જીતી લેનારું છે.

મોટાભાગે આપણે આપણા દેશમાં જોઈએ છીએ કે દારૂ ભરેલી કોઈ કાર કે ગાડીમાં અકસ્માત થાય તો લોકો દારૂ લેવા માટે તૂટી પડતા હોય છે, પરંતુ આ વિડીયોમાં એકદમ અલગ જ નજારો જોવા મળ્યો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બિયર રોડ પર પડ્યો હોવાની જાણ થતાં ટ્રક ડ્રાઈવરે તરત જ વાહન રોકી દીધું હતું.

રસ્તાની હાલત જોઈને એક વ્યક્તિએ તરત જ કન્ટેનર હટાવવાનું શરૂ કર્યું, ત્યારબાદ કેટલાક વધુ લોકો ત્યાં આવી ગયા અને સામાન્ય નાગરિકોની મદદથી થોડી જ વારમાં આખો રસ્તો સાફ થઈ ગયો. લોકો રસ્તાની સફાઈ તેમજ કન્ટેનર હટાવતા જોવા મળે છે. આ સમગ્ર ઘટના રસ્તા પર લાગેલા CCTV ફૂટેજમાં રેકોર્ડ થઈ ગઈ હતી અને હવે તેનો વીડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.

ક્લિપ જોયા બાદ યુઝર્સે આવા સારા નાગરિકોના વખાણ પણ કર્યા છે. કંપનીએ પણ લોકોનો આભાર માન્યો હતો. આ ઘટના કાસ બીયર કંપનીની ટ્રક સાથે બની જ્યારે તે માલ ભરીને ડિલિવરી માટે જઈ રહી હતી. આ વીડિયો કંપનીએ તેની યુટ્યુબ ચેનલ પર કોરિયન કેપ્શન સાથે પોસ્ટ કર્યો છે. આ ઘટના 29 જૂનની છે અને દક્ષિણ કોરિયાના ચુનચેઓનમાં બની હતી. પરંતુ હવે તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.