શહીદ થયેલા કમાન્ડોની બહેનના લગ્નમાં 100 કમાન્ડો આવી પહોંચ્યા ભાઈ બનીને, આખી દુનિયા જોતી જ રહી ગઈ, જુઓ ભાવુક કરી દેનારી તસવીરો

શહીદ કમાન્ડો જ્યોતિ પ્રકાશ નિરાલા જે ભારતીય વાયુસેના વીર સપૂત હતા તેમને કાશ્મીરના બાંદિપોરામાં દેશની રક્ષા કરતા સમયે આતંકવાદીઓ સામેની લડતમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા. થોડા વર્ષો પહેલા જ તેમની બહેન શશીકલાના લગ્ન હતા. જેના લગ્નમાં ભાઈ શહીદ થયા હોવાના કારણે હાજર નહોતો, પરંતુ આ ખોટ 100 ભાઈઓએ ભેગા મળીને પૂર્ણ કરી.

ગરુડ કમાન્ડોની ટીમના જાંબાજ કમાન્ડો નીરાલાની બહેન શશીકલાના લગ્નમાં આવી પહોંચ્યા હતા. આ 100 કમાન્ડોએ શશીકલાને ભાઈની ખોટ મહેસુસ ના થવા દીધી.બહેનના લગ્નમાં પહોંચેલા આ 100 ભાઈઓએ બધાનું દિલ જીતી લીધું હતું અને આ દૃશ્ય જોઈને ગામના લોકો સાથે જાનૈયાઓ પણ ભાવુક થઇ ગયા હતા.

ગરુડ કમાન્ડોના આ 100 કમાન્ડોએ ગામની પરંપરા નિભાવતા પોતાની લાડલી બહેન સામે જમીન ઉપર હથેળી રાખીને ઘરમાંથી વિદાય પણ આપી હતી. સ્નેહ અને કરુણાની આ ક્ષણમાં નીરાલાના પિતાએ તેમના ઘરે લગ્નમાં આવેલા એ બધા જ જવાનોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

શહીદ નિરાલાની બહેન શશીકલાના લગ્ન બિહારના પાલી રોડ ડહેરીના રહેવાવાળા સુજીત કુમાર સાથે ખુબ જ ધામધૂમથી કરવામાં આવ્યા. એટલું જ નહીં પરિવારના એકમાત્ર સદસ્ય નિરાલાના શહીદ થયા બાદ બહેનના લગ્ન માટે 100 ગરુડ કમાન્ડો ભાઈઓએ 5 લાખ રૂપિયા દાન પણ આપ્યા. જેના કારણે બહેન લગ્નમાં કોઈ કમી ના રહી જાય.

Niraj Patel