BREAKING : દિગ્ગજ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની ઉંમરે નિધન

મનોરંજન જગતમાંથી છેલ્લા ઘણા દિવસથી દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને લઇને ઘણા જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાજુ શ્રીવાસ્તવનું આજ રોજ નિધન થયુ છે. તેઓ છેલ્લા 40-45 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને તેમને હોંશ પણ આવી રહ્યો નહોતો. જોકે, તેમના પરિવારજનો દ્વારા ચાહકોને સતત અપડેટ આપવામાં આવી રહી હતી. કેટલાક રીપોર્ટ્સ અનુસાર, છેલ્લા દિવસોમાં તેમને ઘણીવાર તાવ આવી ચૂક્યો છે

અને એવામાં ઇન્ફેક્શનનો ખતરો જોતા પરિવારવાળાને પણ તેમને મળવાની અનુમતિ ન હતી. ડોક્ટર્સ એવું કહી રહ્યા હતા કે તેમની તબિયતમાં ધીરે ધીરે સુધારો થઇ રહ્યો છે. જો કે, હાલમાં ખબર આવી કે તેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા. કોમેડિયન 58 વર્ષના હતા. તેઓ દિલ્લી એમ્સ હોસ્પિટલમાં દાખલ હતા. 10 ઓગસ્ટના રોજ તેમને એમ્સમાં દાખલ કર્યા બાદ તેમની તબિયતમાં જોઇએ તેવો સુધારો થયો નહોતો. વર્કઆઉટ કરતા કરતા કોમેડિયન અચાનક પડી ગયા હતા અને બેહોંશ થઇ ગયા હતા.

કાર્ડિયાક અરેસ્ટ બાદ તેમના મગજ પર પણ તેની અસર થઇ હતી અને તેને કારણે તેમનું બ્રેઇન ડેમેજ થઇ ગયુ હતુ. રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 41 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. લાંબા સમયથી વેન્ટિલેટર પર હોવા છતાં, પરિવાર અને ડોકટરોને આશા હતી કે તે સ્વસ્થ થઈને ઘરે પરત ફરશે, પરંતુ તે હવે અમારી વચ્ચે નથી. ડોક્ટરોએ માહિતી આપી હતી કે રાજુનું મગજ કામ કરતું નથી. જ્યાં સુધી મગજ કામ ન કરે ત્યાં સુધી તે ભાનમાં ન આવી શકે.રાજુ 2014માં ભાજપમાં જોડાયા હતા.

તેઓ કામના સંદર્ભમાં દિલ્હી પાર્ટીના કેટલાક મોટા નેતાઓને મળવા માટે દિલ્હી પહોંચ્યા હતા. તે દિલ્હીના સાઉથ એક્સના કલ્ટ જિમમાં સવારે વર્કઆઉટ કરી રહ્યા હતા ત્યારે જ આ દરમિયાન ટ્રેડમિલ પર દોડતી વખતે છાતીમાં દુખાવો થતા તે નીચે પડી ગયા અને પછી બેહોંશ થઇ ગયા. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ત્યારથી તેઓ હોસ્પિટલમાં જ હતા. રાજુ હંમેશા તેની ફિટનેસનું ધ્યાન રાખતો હતો અને તે ફિટ એન્ડ ફાઈન હતો. 31 જુલાઈ સુધી, તે સતત શો કરી રહ્યો હતો,

તેની સામે ઘણા શહેરોમાં શો પણ લાઇનમાં હતા. અમિતાભ બચ્ચને રાજુ શ્રીવાસ્તવને એક ખાસ ઓડિયો સંદેશ પણ મોકલ્યો હતો. જેમાં અમિતાભ કહી રહ્યા હતા કે, ઉઠો રાજુ, બહુ થઈ ગયું, હજુ ઘણું કામ કરવાનું બાકી છે. હવે ઉઠો… અમને બધાને હસતા શીખવતા રહો.” આ રેકોર્ડિંગ રાજુને સંભળાવવામાં પણ આવ્યુ હતુ. રાજુના પરિવારમાં તેમની પત્ની શીખા, દીકરી અંતરા, દીકરો આયુષ્માન, મોટો ભાઇ સીપી શ્રાવાસ્તવ અને નાના ભાઇ દીપુ શ્રીવાસ્તવ સહિત ભત્રીજો મયંક અને મૃદુલ છે.

Shah Jina