500 કરોડની નેટવર્થ ધરાવતા આ દિગ્ગજ કોમેડિયનના દીકરાના થયા ધામધૂમથી લગ્ન, ફિલ્મી સીતારાઓનો જોવા મળ્યો જમાવડો

500 કરોડની નેટવર્થ વાળા સૌથી ધનવાન કોમેડિયનના દીકરાના લગ્ન, પહોંચ્યા ઘણા બધા ફિલ્મી સિતારા, રામચરણ ઉપાસના પણ જોવા મળ્યા

Comedian Brahmanandam son’s marriage : સેલેબ્રિટીઓને ત્યાં કોઈપણ પ્રસંગ હોય તેની બોલબાલા આખા દેશમાં થતી હોય છે. ત્યારે  ફિલ્મી દુનિયામાં એવા ઘણા કલાકારો છે જેમણે પોતાના કરિયરની શરૂઆત ખૂબ જ નાની ભૂમિકાઓથી કરી હતી અને આજે સિનેમાની દુનિયામાં ઉંચાઈઓ પર પહોંચી ગયા છે. આવું જ એક વ્યક્તિત્વ છે જાણીતા હાસ્ય કલાકાર અને અભિનેતા બ્રહ્માનંદમ. દક્ષિણ સિનેમાના સ્ટાર બ્રહ્માનંદમ તેમના અભિનય માટે જાણીતા છે.

ગિનિસ બુકમાં નોંધાયું છે બ્રહ્માનંદમનું નામ :

સાઉથની દરેક બીજી અને ત્રીજી ફિલ્મમાં અભિનેતા દેખાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે બ્રહ્માનંદમે એક હજારથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. એટલું જ નહીં, આ અભિનેતાનું નામ સૌથી વધુ ફિલ્મો કરવા માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. આ રેકોર્ડ 2007 માં એક જ ભાષામાં 700 થી વધુ ફિલ્મોમાં અભિનય કરવા માટે નોંધવામાં આવ્યો હતો. એટલું જ નહીં, સિનેમામાં બ્રહ્માનંદમના યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને 2009માં પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા હતા.

દીકરા સિદ્ધાર્થના થયા લગ્ન :

ત્યારે હાલ બ્રહ્માનંદમના ઘરમાં ખુશીએ દસ્તક આપી છે. તેમના પુત્ર સિદ્ધાર્થે લગ્ન કરી લીધા છે. સિદ્ધાર્થે હૈદરાબાદ સ્થિત ડોક્ટર ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા છે. 18મી ઓગસ્ટે યોજાયેલા આ હાઈપ્રોફાઈલ લગ્નમાં રાજનીતિથી લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો. આ લગ્નની તસવીરો હવે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. જ્યાં રામ ચરણથી લઈને પૂર્વ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ વર-કન્યા સાથે પોઝ આપતા જોવા મળે છે.

દિગ્ગજ કલાકારો રહ્યા ઉપસ્થિત :

તમને જણાવી દઈએ કે આ લગ્ન અને રિસેપ્શન 18 ઓગસ્ટના રોજ હૈદરાબાદના ગચીબોવલી ફાયનાન્સિયલ ડિસ્ટ્રિક્ટમાં અન્વયા કન્વેન્શનમાં યોજવામાં આવ્યું હતું. જેમાં બ્રહ્માનંદમના પરિવારજનો અને મિત્રોએ પણ ભાગ લીધો હતો. આ તસવીરોમાં બ્રહ્માનંદમ તેમના પરિવાર સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે અને તેમના પુત્ર સિદ્ધાર્થ અને પુત્રવધૂ ઐશ્વર્યાની જોડી પણ અદભૂત દેખાઈ રહી છે.

નેતાઓ પણ રહ્યા હાજર :

તસવીરોમાં, જોવા મળે છે કે ‘RRR’ સ્ટાર રામચરણ અને મેગાસ્ટાર પવન કલ્યાણ, જેમણે બ્રહ્માનંદમ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, તેઓ પરિવારના સભ્યો તરીકે પોઝ આપી રહ્યા છે. તસવીરો પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બ્રહ્માનંદમની ખુશીમાં સામેલ થવું એ દરેક માટે ખાસ ક્ષણ છે. આ લગ્નમાં દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ સહિત રાજકીય ક્ષેત્રના ઘણા લોકોએ પણ ભાગ લીધો હતો. આ સાથે તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવ પણ અહીં પહોંચ્યા હતા અને રાજ્યના પશુપાલન મંત્રી તલસાની શ્રીનિવાસ યાદવે પણ ભાગ લીધો હતો.

Niraj Patel