આ દિગ્ગજ કોમેડિયને દુનિયાને કહ્યું અલવિદા… હાર્ટ એટેક આવતા પરિવાર હોસ્પિટલ લઈને ગયો અને રસ્તામાં જ મળ્યું મોત
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા ઘણા સમયથી કેટલીક દુઃખદ ખબરો સામે આવી રહી છે. તેમાં હાલ એક ખબરે ચાહકોને ઊંડો આઘાત આપ્યો છે. બોલીવુડની ફિલ્મોની જેમ આજે સાઉથની ફિલ્મોના પણ લોકો દીવાના છે અને સાઉથ ઇન્ડસ્ટ્રીના અભિનેતાઓને પણ ચાહકો ભરપૂર પ્રેમ આપી રહ્યા છે. ત્યારે હાલ આ દુઃખદ ખબર સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી સામે આવી છે.
પ્રખ્યાત તમિલ કોમેડિયન માયલાસામીનું નિધન થયું છે. લોકપ્રિય ટોલીવુડ અભિનેતા અને નેતા નંદામુરી તારકા રત્નનાં નિધન પછી તરત જ દક્ષિણ ઉદ્યોગ માટે આ બીજો મોટો આંચકો છે. કોમેડિયન મયિલસામી 57 વર્ષના હતા અને તેમનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર અભિનેતાને સાલીગ્રામમ (ચેન્નઈ)માં અચાનક તબિયત બગડ્યા બાદ તેમને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
અભિનેતાના અવસાન બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. સાઉથ સિનેમાના ઘણા સ્ટાર્સ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. હાસ્ય કલાકાર સાલીગ્રામમાં રહેતા હતા. અચાનક ખરાબ તબિયતના કારણે પરિવાર તેને ચેન્નાઈના બોરુરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો, પરંતુ ત્યાં પહોંચતા સુધીમાં તેમનું નિધન થઈ ચૂક્યું હતું.
માયલાસામીની ફિલ્મો વિશે વાત કરીએ તો, તેણે વિવેક અને વાડીવેલુ સહિતના કોમેડિયનો સાથે 200થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. માયલાસામીએ કંચના, વેદાલમ, ગિલ્લી, વીરમ, કંચના-2, કાસુ મેલા કાસુ સહિત વિવિધ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી છે. હાસ્ય કલાકારે 2021ની વિધાનસભા ચૂંટણી પણ વિરુગમ્બક્કમ મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે લડી હતી.