આ રૂપાળી કોલેજ ગર્લે ભોજપુરી ગીત પર એવી કમર મટકાવી કે જોઇને યુઝર્સ પણ બોલી ઉઠ્યા- મોજ કર દી

કોલેજ ગર્લે ભોજપુરી ગીત પર ડાંસ કરી લૂંટી લીધી મહેફિલ, યુઝર્સે કહ્યુ- મોજ કર દી- જુઓ વીડિયો

સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનું હવ બની ગયુ છે. અવાર નવાર સોશિયલ મીડિયા પર અલગ અલગ વીડિયો વાયરલ થાય છે જેમાંના કેટલાક ફની, કેટલાક ડાન્સના તો કેટલાક ચોંકાવી દેનારા હોય છે. હાલ ઇન્ટરનેટ પર ભોજપુરી ગીત પતલી કમરિયા મોર હાય…હાયનો એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છો. જો તમે એક્ટિવ યુઝરમાંના એક છે તો તમે પણ આ ભોજપુરી ગીત પર ડાન્સ મૂવ્સ જોયા હશે.

હવે એક છોકરીનો આ ગીત પર ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં ઠોકરી આકર્ષક ગીતના હૂક સ્ટેપ્સને પૂરી રીતે પકડી રાખે છે અને નેટિજન્સ પણ આ વીડિયોને વારંવાર જોવા મજબૂર બન્યા છે. વીડિયોને @ketki_sharma1 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયોને લાખોમાં લાઇક્સ તેમજ મિલિયનમાં વ્યુઝ મળ્યા છે.

વીડિયોમાં એક છોકરી કોલેજના યુનિફોર્મમાં ભોજપુરી ગીત પર જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. તે બીટ્સ પર ઝૂમે છે અને તેની પોતાની કોરિયોગ્રાફી બનાવે છે,જે શાનદાર છે. બેકગ્રાઉન્ડમાં વાગી રહેલ ગીત સાથે છોકરી બરાબર તાલમેલ બેસાડે છે. વીડિયોને પોસ્ટ કરતા કેપ્શનમાં હેપ્પી લાસ્ટ ક્લાસ ઓફ કોલેજ લખેલુ છે. આ દિલચસ્પ વીડિયોને યુઝર્સ ઘણો પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by (@ketki_sharma1)

કોઇ ડાન્સ કરી રહેલી છોકરીની તો કોઇ તેની એનર્જીની તો કોઇ તેના મૂવ્સની પ્રશંશા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ- તમારા મૂવ્સ ગજબ છે, વેરી નાઇસ, મારો મતલબ છે વાહ…તો બીજાએ લખ્યુ ક્લિપે મને પ્રભાવિત કર્યો. અન્ય એકે લખ્યુ- આ ઘણુ સારુ છે, ભગવાન તમારુ ભલુ કરે. તો બીજા યુઝરે લખ્યુ- તમારો ડાન્સ કમાલ છે, બેસ્ટ ઓફ લક દીદી. એકે લખ્યુ- મોજ કર દી…

Shah Jina