બહારનું ખાવાના શોખિનો ચેતી જજો ! આ જગ્યાએ પિઝા રેસ્ટોરન્ટના સૂપમાંથી નિકળ્યો વંદો

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાંથી હોટલ-રેસ્ટોરન્ટ કે પિઝા સેન્ટરમાંથી વંદો નીકળવાની કે જીવાત નીકળવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે અમદાવાદ બાદ હવે ભરૂચના શ્રવણ ચોકડી નજીક આવેલ હેલોસ પિઝા રેસ્ટોરન્ટના સૂપમાંથી વંદો નિકળ્યો હોવાનું સામે આવ્યું છે.

તસવીર સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી

પિઝા રેસ્ટોરન્ટના સૂપમાંથી નિકળ્યો વંદો

ત્યારે આ ઘટના બાદ યુવકો રોષે ભરાયા અને રેસ્ટોરેન્ટના રસોડામાં જોયું તો ફ્રિજમાં પણ ગંદકીનું સામ્રાજ્ય અને જીવાત જોવા મળી. જે પછી યુવકોએ હોબાળો મચાવતા હોટલના સંચાલકો રફૂચક્કર થઇ ગયા હતા. આ મામલા બાદ રેસ્ટોરેન્ટના સ્ટાફ અને સંચાલકોની ગંભીર બેદરકારી સામે કડક કાર્યવાહી ક્યારે થશે તે હવે જોવાનું રહ્યું.

તસવીર સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી

યુવકોએ હોબાળો મચાવતા હોટલના સંચાલકો રફૂચક્કર

જણાવી દઇએ કે, હાલમાં જ અમદાવાદની જાણીતી રેસ્ટોરન્ટ બ્રિટિશ પિઝાના સલાડમાંથી ઇયળ નીકળી હોવાનો વીડિયો વાયરલ થયો હતો અને આ પહેલા રિયલ પેપરિકા નામની રેસ્ટોરન્ટના બર્ગરમાંથી ઇયળ નીકળી હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. ત્યારે આવી અનેક ઘટનાઓ સામે આવ્યા બાદ લોકોના સ્વાસ્થ્ય વિશે સવાલો ઊભા થઇ રહ્યા છે.

Shah Jina