વાયરલ

રાતના સમયે ઘરમાં ઘૂસી ગયો ઝેરીલો કોબ્રા સાપ, એક પછી એક ગળી ગયો મરઘીના 10 ઈંડા, જુઓ પછી વીડિયોમાં

સાપનું નામ આવતા ભલ ભલા ડરવા લાગી જાય છે અને તેમાં પણ જો કોબરાનું નામ આવે તો ભલભલાને પરસેવો પણ વળી જાય. સાપને લઈને સોશિયલ મીડિયામાં પણ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. આ વીડિયોને જોનારા ખુબ જ પસંદ પણ કરે છે. હાલ આવો જ એક વીડિયો સામે આવી રહ્યો છે. જેમાં એક કોબરા એક પછી એક 10 ઈંડા બહાર કાઢી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો મહારાષ્ટ્રના ચંદ્રપુરનો હોવાનું માનવામાં આવે છે. જ્યાં એક ઝેરીલા કોબરા સાપ એક પછી એક મરઘીના 10 ઈંડા ગળી ગયો. જણાવવામાં આવી રહ્યું છે કે રાત્રીના સમયે કોબરા ઘરની અંદર ઘુસી ગયો હતો અને તેને મરઘીના ઈંડા ગળવાનું શરૂ કરી દીધું હતી.

પરંતુ જયારે સાપ પકડવા વાળાએ કોબરાને પકડ્યો ત્યારે તેને એક પછી એક ઈંડા ઓકવાના શરૂ કરી દીધા. જેનો વીડિયો સામે આવી રહ્યો છે અને આ વીડિયોને જોઈને સૌ કોઈ હેરાન પણ રહી ગયા છે.

જયારે કોબરા ઘરમાં ઘુસી ગયો ત્યારે મરઘીના ફફડવાનો અવાજ સાંભળીને ઘરના લોકો બેઠા થઇ ગયા હતા. અને જયારે તેમને કોબરાને જોયો ત્યારે તેમની પણ આંખો પહોળી રહી ગઈ હતી. કોબરા એક પછી એક મરઘીના 10 ઈંડા ગળી ગયો. ઘરના લોકોએ સર્પમિત્રને ફોન કરીને બોલાવી લીધા હતા.