કિંગ કોબ્રાને તળાવમાંથી કાઢવા માટે આ વ્યક્તિએ લગાવી દીધો પોતાનો જીવ દાવ ઉપર, અને પછી થયું એવું કે… “જુઓ હૃદય હચમચાવી દેનારો વીડિયો”

નાનો સાપ સમજીને આ ભાઈ તળાવની અંદર પકડવા માટે ઉતર્યો અને જોયું તો વિશાળ કિંગ કોબ્રા, પછી જે થયું તે ખુબ જ હેરાન કરી દેનારું હતું, જુઓ વીડિયો

સાપ જોઈને ભલભલાની રેવડી ટાઈટ થઇ જતી હોય છે, કારણ કે સાપ જો ડંખ મારે તો માણસનું જીવવું પણ હરામ થઇ જતું હોય છે. સાપના ડંખના કારણે માણસનું મોત પણ થતું હોય છે, ત્યારે સાપથી જેમ બને તેમ દૂર જ રહેવું સારું. એમા પણ જો કિંગ કોબ્રા હોય તો ખેલ ખતમ જ સમજી લેવો. પરંતુ ઘણા એવા સાહસિક લોકો હોય છે જે પોતાનો જોવ જોખમમાં મૂકીને પણ સાપને પકડતા હોય છે. હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ ચોંકાવનારી કલીપમાં એક સાપ પકડનાર એક વિશાળ કિંગ કોબ્રાને તળાવમાંથી બચાવવાનો પ્રયાસ કરે છે. કિંગ કોબ્રાને બચાવતી વખતે તેના પર હુમલો પણ થયો હતો, પરંતુ તે પોતાનો જીવ જોખમમાં મૂકીને તેને પકડવામાં સફળ રહ્યો હતો. આ શોર્ટ ક્લિપ @animal_lover_snake_shivu નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જે હવે ખૂબ વાયરલ થઈ રહી છે.

વાયરલ ફૂટેજમાં જોઈ શકાય છે કે સાપ પકડનાર કિંગ કોબ્રાને તળાવમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. કિંગ કોબ્રાએ ગુસ્સામાં માણસ પર ઘણી વખત હુમલો કર્યો, પરંતુ સાપ પકડનાર વ્યક્તિએ પ્રયાસ કરવાનું બંધ કર્યું નહીં. કોઈ પણ જાતના ડર વિના, તે બચાવ કામગીરી ચલાવતો રહ્યો અને તેને પકડવા માટે તળાવમાં પ્રવેશ કર્યો, પરંતુ કિંગ કોબ્રાએ અચાનક હુમલો કર્યો. જો કે, તે માણસ પાણીમાં પડ્યો અને તેને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. અંતે, તે ખતરનાક કિંગ કોબ્રાને સફળતાપૂર્વક બચાવવામાં સફળ રહ્યો અને તેને ફરીથી જંગલમાં છોડી દીધો.

આ વીડિયોને ઓનલાઈન શેર કરવામાં આવ્યો ત્યારથી લાખો વખત જોવામાં આવ્યો છે. આ ક્લિપે નેટીઝન્સને પણ ચોંકાવી દીધા અને આશ્ચર્યચકિત કર્યા. નેટીઝન્સે વ્યક્તિની બહાદુરીની પ્રશંસા કરી અને ખતરનાક સાપને જોઈને ચોંકી ગયા. એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું, ‘ભાઈ તમે બહુ બહાદુર છો.’ અન્ય એક યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું, ‘તેનો લુક ઘણો ખતરનાક છે.’ ત્રીજાએ ટિપ્પણી કરી, ‘તે ખરેખર મોહક છે.’ એક વ્યક્તિએ કહ્યું, ‘તે ખૂબ જ ડરામણો અને ખતરનાક લાગે છે.’

Niraj Patel