ઓશીકામાંથી નીકળ્યો કિંગ કોબ્રા, વીડિયો જોઈને જ ઊભા થઈ જશે રૂંવાડા !

સાપને જોતા જ કોઈ પણ વ્યક્તિ ડરી જાય છે. પરંતુ, જો તમારા તકિયામાંથી જ સાપ નિકળે તો ? હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં આ જ પ્રકારનું દ્રશ્ય જોઈ શકાય છે. જેમાં સોફા પર પડેલા ઓશીકાથીમાંથી એક સાપનું રેસક્યુ કરવામાં આવે છે. આ વીડિયો જોઈને ન માત્ર યુઝર્સ ડરી ગયા પરંતુ, કોમેન્ટમાં સાવચેત રહેવાની સલાહ પણ આપી રહ્યા છે.

ઘરમાં રહેલા તકિયામાંથી કોબ્રા નીકળતો જોઈને કોઈ પણ ચોંકી જાય! ત્યારે કિંગ કોબ્રા ઓશીકામાં છુપાયેલો હતો અને એક વ્યક્તિએ તેને ચીડવતા જ તે ફેણ કાઢીને બહાર આવ્યો. આ વીડિયોને જોતા સાપથી ડરતા મોટાભાગના લોકોના મનમાં એક નવો ડર ઉદ્ભવી શકે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કોબ્રાને તકિયાની અંદરથી બચાવી લેવામાં આવ્યો છે. પણ વિચારો કે તમે જે સોફા પર બેસો છો તેના ઓશીકાની અંદર એક ઝેરી સાપ છુપાયેલો છે, ત્યારે તમારી પ્રતિક્રિયા શું હશે?

તમારી પ્રતિક્રિયા ભલે ગમે તે હોય પરંતુ, આ દ્રશ્ય જોઈને ઈન્ટરનેટ પબ્લિક ખૂબ જ ડરી ગઈ છે. કોમેન્ટ સેક્શનમાં ઓશીકાની અંદરથી સાપને નીકળતો જોઈને યુઝર્સ ઉગ્ર કોમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું- ભાઈ, જ્યારે તમને ખબર છે કે તકિયામાં કોબ્રા છુપાયેલો છે તો તેને ચૂપચાપ લઈ લો, તમે વીડિયો કેમ બનાવી રહ્યા છો. એક અન્ય યુઝરે પણ લખ્યું છે કે હું આ વીડિયો ઓશીકા પર સૂઈને જોઈ રહ્યો છું, પરંતુ હવે મને ડર લાગે છે.

આ વીડિયોની શરૂઆતમાં એક વ્યક્તિ સોફા પર પડેલા તકિયાની ચેન ખોલે છે. જ્યારે તે કવરની અંદર મોટી લાકડી નાખે છે, ત્યારે કોબ્રા બહાર આવે છે. તે જ સમયે, જ્યારે સાપને લાગે છે કે છુપાઈને કોઈ ફાયદો નથી, ત્યારે તે તેની ફેણ ફેલાવીને બહાર આવે છે. આ કોબ્રાની લંબાઈ 5 થી 6 ફૂટ જેટલી હોવાનો અંદાજ છે. ઈન્સ્ટાગ્રામ પર આ રીલને 1 કરોડ 68 લાખથી વધુ વ્યૂઝ અને લગભગ 1 લાખ 39 હજાર લાઈક્સ મળ્યા છે.

Twinkle