પેટમાં દુખાવા પર હોસ્પિટલ પહોંચી બોર્ડિંગ સ્કૂલની ધોરણ 9ની 14 વર્ષિય વિદ્યાર્થીની, આપ્યો બાળકને જન્મ- પ્રેગ્નેટ હોવાથી હતી બેખબર- હોસ્ટેલ વોર્ડન સસ્પેન્ડ

આખું ભારત થયું શરમથી પાણી પાણી…ધોરણ 9ની વિદ્યાર્થીનીએ બાળકને આપ્યો જન્મ, જાણો સમગ્ર મામલો

ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર ચોંકાવનારા મામલા સામે આવે છે. ત્યારે હાલમાં કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાંથી ધોરણ 9ની વિદ્યાર્થીનીએ શહેરની એક હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. આ વિદ્યાર્થીની હોસ્ટેલમાં રહેતી હતી. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ હોસ્ટેલના વોર્ડનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોક્સો એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

File Pic

કેસની તપાસમાં જાણવા મળ્યું છે કે આ વિદ્યાર્થીની સમાજ કલ્યાણ વિભાગની હોસ્ટેલમાં રહેતી હતી. જો કે તેની હાજરી અનિયમિત હતી. તે અવારનવાર તેના એક સંબંધીને મળવા જતી હતી. તેણે ગયા વર્ષે ઓગસ્ટમાં મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું હતું, જ્યારે તેની પ્રેગ્નેંસી જાહેર થઈ ન હતી. આના પર કોઈએ ધ્યાન આપ્યું ન હતું.મળતી માહિતી મુજબ, યુવતીએ એક વર્ષ પહેલા હોસ્ટેલમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તે સમયે તે 8મા ધોરણમાં અભ્યાસ કરતી હતી.

File Pic

એવું કહેવાઇ રહ્યુ છે કે છોકરીના 10મા ધોરણના એક છોકરા સાથે સંબંધ છે, બંને એક જ શાળામાં અભ્યાસ કરતા હતા. જો કે, અભ્યાસ પૂરો કર્યા પછી, છોકરાએ શાળામાંથી ટ્રાન્સફર સર્ટિફિકેટ (TC) મેળવ્યું અને બેંગલુરુ ગયો. જણાવી દઇએ કે સગીરા બાગેપલ્લી શહેરના કાશાપુરાની રહેવાસી છે. પેટમાં દુખાવાની ફરિયાદ લઇને તે હોસ્પિટલ પહોંચી અને પછી ત્યાં તેના પ્રેગ્નેટ હોવાની જાણ થઇ. પોલીસનું કહેવું છે કે તેઓએ છોકરા વિશે પૂછપરછ કરી છે, તેઓ તેને શોધી રહ્યા છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવશે.

Shah Jina