Shivam Prajapati got 98.96% in class-10 : ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતના કિસ્સા સામે આવે છે. કેટલીકવાર આવા અકસ્માતમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં જ ગઇકાલે એટલે કે 25 તારીખના રોજ ધોરણ-10નું પરિણામ જાહેર થયુ.
જે પણ વિદ્યાર્થીઓએ ટોપ કર્યુ તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો, પણ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ધોરણ-10માં ટોપ કરનાર વિદ્યાર્થી શિવમ પ્રજાપતિના ટોપ કરવા છત્તાં પણ ઘરમાં માતમ છવાયેલો છે.
શિવમ પ્રજાપતિનું તાજેતરમાં જ અક્સ્માતમાં મોત થયુ હતુ, પણ જ્યારે ગઇકાલે ધોરણ 10નું પરિણામ જાહેર થયુ તો શિવમનો સ્કૂલમાં પ્રથમ અને સેન્ટરમાં બીજો ક્રમાંક આવ્યો હતો, જેના કારણે પરિવારની આંખમાં આંસુ આવી ગયા હતા.
ખેડબ્રહ્મામાં ધો.10માં ટોપ કરનાર વિદ્યાર્થી શિવમ પ્રજાપતિના ઘરે ખુશીનો માહોલ નહીં પણ માતમનો માહોલ છે. કારણ કે ત્રણેક દિવસ પહેલા જ શિવમ પ્રજાપતિનું હિટ એન્ડ રનમાં મોત થયુ છે. શિવમ હાલ તો આ દુનિયામાં હયાત નથી, પણ તેણે ધોરણ-10ની પરીક્ષામાં 98.96 પર્સનટાઈલ મેળવીને સ્કૂલમાં પ્રથમ અને સેન્ટરમાં બીજા ક્રમાંક મેળવ્યો છે.
શિવમ પ્રજાપતિએ 98.96 ટકા પર્સન્ટાઈલ સાથે 89.33 ટકા મેળવ્યા છે અને A2 ગ્રેડ મેળવ્યો છે. લગભગ ત્રણેક દિવસ પહેલા ખેડબ્રહ્મા પેટ્રોલ પંપ પાસે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં દ્વાર્કેશ સોસાયટી રોડ નંબર 1 ખાતે રહેતા પારસભાઈ પ્રજાપતિ તેમના પત્ની દર્શનાબેન અને પુત્ર શિવમ સાથે રવિવારે રાતે 10 વાગ્યાની આસપાસ બાઈક પર હાઈવે સ્થિત પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા ગયા હતા,
![](https://gujjurocks.in/wp-content/uploads/2023/05/1.class-10-std-died-in-accident.jpg)
આ દરમિયાન ત્યાંથી પરત ફરતી વેળાએ પાછળથી ફૂલ સ્પીડમાં આવતી કારના ચાલકે ટક્કર મારી હતી. જેને કારણે ત્રણેય રોડ પર પટકાયા હતા અને તે બાદ તેમને ગંભીર હાલતમાં એમ્બુલન્સ મારફતે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં દર્શનાબેન અને તેમના પુત્રનું મોત થયું જ્યારે પારસભાઈની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે પહેલા ઈડરની ખાનગી હોસ્પિટલ અને પછી અમદાવાદ ખસેડવામાં આવ્યા. હાલ પારસભાઈની હાલત ગંભીર છે અને તેઓ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.