શું આ એન્જીનીયરે ઓવરબ્રિજ ઉપર જ પોતાનું ઘર બનાવી દીધું ? શું છે વાયરલ થઇ રહેલા વીડિયોની સાચી હકીકત, જુઓ

સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ હેરાન પણ રહી જતા હોય છે, ઘણીવાર એવું પણ બનતું હોય છે કે કોઈ ખોટી કે અધૂરી જાણકારી વગર સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરે છે અને લોકો પણ કંઈપણ વિચાર્યા વગર આવા વીડિયોને ધડાધડ વાયરલ પણ કરી દેતા હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એવો જ એક વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે એક એન્જીનીયરે ઓવરબ્રિજ ઉપર જ પોતાનું ઘર બનાવી દીધું છે. સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરવાની સાથે વીડિયો ઉપર જ એક કેપશન પણ લખવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે અમદાવાદમાં એન્જીનીયરને તેનો પગાર ના મળવાના કારણે તેણે ઓવરબ્રિજને ઘરમાં ફેરવી નાખ્યુ.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકો જોઈ ચુક્યા છે અને ઘણા લોકો દ્વારા તે અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર શેર પણ કરવામાં આવ્યો છે. પરંતુ શું આ વીડિયોમાં જે દેખાઈ રહ્યું છે તે સાચી હકીકત છે ? શું ખરેખર કોન્ટ્રાકટરે બ્રિજ ઉપર પોતાનું ઘર બનાવી દીધું ?

 

View this post on Instagram

 

A post shared by Tube indian 💀 (@tube.indian)

તો આ સવાલનો જવાબ જાણવા માટે અમે કોમેન્ટ સેક્શન જોયું. જેમાં ઘણા લોકો આ દાવાને ખોટો પણ સાબિત કરતા હોવા મળી રહ્યા છે. ઘણા લોકો કોમેન્ટ કરીને જણાવી રહ્યા છે કે આ કોઈ ઘર નહિ પરંતુ આ એક મેટ્રો સ્ટેશન છે અને હકીકતમાં આ મેટ્રો સ્ટેશન જ છે કોઈ એ ઘર નથી બનાવ્યું. ગુજ્જુરોક્સ દ્વારા પણ આ વીડિયોની પુષ્ટિ નથી કરવામાં આવતી. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સને આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે.

Niraj Patel