10 વર્ષના બાળકની ખરાબ હાલત, મોબાઈલ ફાટ્યો અને હથેળી જ કાપવી પડી…200 મીટર સુધી અવાજ સંભળાયો

બાળકોને મોબાઈલ આપનારા માં-બાપ ક્યારે સુધરશે? મોબાઈલ ફાટ્યો અને બાળકની આંગળીઓ જ અલગ થઈ જતાં હથેળી જ કાપવી પડી

મોબાઇલની જૂની બેટરીમાં ધમાકો થતા જ 10 વર્ષના બાળકના એક હાથની આંગળીઓ અલગ થઇ હતી ઓપરેશન કરી તે બાળકની હથેળીને કાપી અલગ કરવી પડી હતી. ધોરણ 5માં અભ્યાસ કરનાર બાળક બેટરીથી રમી રહ્યો હતો અને રમતા-રમતા આ અકસ્માત થયો હતો. આ બાળકનું નામ સાહિલ છે. રવિવારના રોજ સવારે સાહિલ ઘરમાં પડેલી મોબાઇલની બેટરીથી રમી રહ્યો હતો. તેની માતા ઘરમાં કામ કરી રહી હતી અને પિતા પાસેના ખેતરમાં હતા.

સાહિલ જ્યારે તે બેટરીથી રમી રહ્યો હતો ત્યારે જ અચાનક બ્લાસ્ટ થયો. ધમાકો એટલો જબરદસ્ત હતો કે 200 મીટર સુધી અવાજ સંભળાયો હતો.આ બ્લાસ્ટને કારણે સાહિલના જમણા હાથની આંગળીઓ હથેળીથી અલગ થઈ ગઈ. ધમાકાનો અવાજ સંભળાતાની સાથે જ સાહિલની માતાએ આવીને બાળકને લોહીથી લથપથ હાલતમાં જોયો. જે બાદ તેણે સાહિલના પિતાને જાણ કરી અને તે બાદ તેને ગંભીર હાલતમાં નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

બાળકની ગંભીર હાલતને જોતા પ્રાથમિક સારવાર બાદ તેને ભીલવાડા રીફર કરવો પડ્યો હતો. ભીલવાડામાં ડોક્ટરોએ ઓપરેશન કરીને સાહિલના જમણા હાથની હથેળી કાપી નાખી. સાહિલના પિતાએ કહ્યુ કે, તેઓ સવારે ખેતરમાં કામ કરવા ગયા ત્યારે ઘણા સમય પહેલા એક મોબાઈલની બેટરી ખરાબ થઈ ગઈ હતી, જેને કાઢીને ઘરમાં રાખવામાં આવી હતી.

representative image

સાહિલ ઘરમાં જ એ બેટરી સાથે રમી રહ્યો હતો. જ્યારે સાહિલે બેટરી દબાવી ત્યારે તેમાં અચાનક બ્લાસ્ટ થયો અને તે તેની નજીક પહોંચી જોયું તો સાહિલનો હાથ ફાટ્યો હતો. બ્લાસ્ટનો અવાજ સાંભળીને આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. આ કિસ્સો રાજસ્થાનના પાલી જિલ્લાના રાયપુરનો છે.

Shah Jina