મગર ઉપર બેસીની નદીની પાર આવી ગયો મરઘો, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયાની અંદર રોજ રોજ ઘણા જ વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયો એવા પણ હોય છે જે જોઈને આપણને પણ હેરાની થઇ જાય. હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક મરઘો મગરના મોઢામાંથી બચી અને જીવતો નીકળી જાય છે.

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહેલા આ ફક્ત 10 સેકેન્ડના આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. જો આ વીડિયો થોડો ડરામણો પણ છે છતાં મરઘાની કિસ્તમની લોકો પ્રસંશા જરૂર કરી રહ્યા છે.

વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક મરઘો મગર ઉપર બેસીને નદી પાર તો કરી લે છે અને જયારે તેની આ સફર પુરી થાય છે ત્યારે મગર તેને ખાવા માટે મોઢું ખોલે છે પરંતુ એ પહેલા જ મરઘો ભાગી જાય છે.

આ વીડિયોને આઇપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં શેર કર્યુઓ છે. સાથે જ તેમને કેપશનમાં લખ્યું છે, “2020થી 2021… ફરી 2021ની શરૂઆત… બસ આવી જ..” જુઓ તમે પણ આ વીડિયોને….

Niraj Patel