ખબર નહિ તારા વગર શું કરીશ…એકના એક દીકરાના નિધન બાદ કાળજુ ચીરી રહી છે ચટોરી રજનીની આ કમેન્ટ્સ

ફૂડ વ્લોગર ચટોરી રજનીના ચાહકો તેમના પુત્ર તરણના મૃત્યુના સમાચારથી આઘાતમાં છે. રજની હાલમાં તેના કોઈપણ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સક્રિય નથી. જો કે, અકસ્માત પછી તેમણે પુત્રના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક કમેન્ટ્સ કરી છે જેણે દરેકની આંખોમાં આંસુ લાવી દીધા છે. જણાવી દઈએ કે 17 ફેબ્રુઆરીના રોજ રજની જૈનનો 16 વર્ષનો પુત્ર રોડ અકસ્માતનો ભોગ બન્યો હતો.

ફૂડ વ્લોગર રજની જૈન પર છેલ્લા કેટલાક દિવસોથી દુ:ખોનો પહાડ તૂટી પડ્યો છે. તેમનો એકમાત્ર પુત્ર તરણ હવે આ દુનિયામાં નથી રહ્યો. રજનીએ તેના પુત્રની જૂની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કમેન્ટ કરી છે. દીકરાના મોત પછી રજનીએ તરણની એક પોસ્ટ પર લખ્યું, ‘રાજા, ક્યાં ગયો તુ?’ બીજી પોસ્ટ પર રજનીએ લખ્યું, ‘ઘરે આવી જાવ મારી જાન.’ બીજી પોસ્ટમાં લખ્યું, ‘મને ખબર નથી કે હવે હું તારા વિના શું કરીશ.’

‘આજ મેરે હસબેંડ કે લંચ બોક્સ મેં ક્યા હૈ’ નામની લોકપ્રિય ટેગ લાઈન આપનાર ફૂડ વ્લોગર રજની ‘ચટોરી રજની’ તરીકે પ્રખ્યાત છે. ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર તેના લાખો ફોલોઅર્સ છે. રજનીનું જીવન તેના બેંકર પતિ સંગીત જૈન અને 16 વર્ષના પુત્ર તરણની આસપાસ ફરતું હતું. તાજેતરમાં, તરણનો માર્ગ અકસ્માતમાં જીવ ચાલ્યો ગયો. અહેવાલો અનુસાર તરણ કોચિંગથી પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેનો અકસ્માત થયો અને તેને બચાવી શકાયો નહીં.

Shah Jina