ચંદ્રયાન-3ની સફળતા માટે દેશભરમાં થઇ રહી છે પ્રાર્થના…જુઓ 5 વીડિયો

અજમેર શરીથી લઇને બનારસ સુધી…ચંદ્રયાન-3ની સફળતા માટે દેશભરમાં પ્રાર્થના- જુઓ વીડિયો

ભારત માટે આજનો દિવસ મોટો છે. ભારતીય અવકાશ એજન્સી ઈસરોના ત્રીજા ચંદ્ર મિશનના ભાગરૂપે ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ (LM) આજે સાંજે ચંદ્રની સપાટી પર ઉતરશે. જો આ સફળ થશે, તો ભારત પૃથ્વીના એકમાત્ર કુદરતી ઉપગ્રહ ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બનીને ઇતિહાસ રચશે. હવે માત્ર થોડા કલાકો જ બાકી છે. ઈસરોના આ મિશન પર માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર છે.

1. સાધુઓએ કર્યુ હવન
ઉત્તર પ્રદેશના વારાણસીમાં ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે સાધુઓએ હવન કર્યુ. લગભગ 2 મિનિટના આ વીડિયોમાં તમે જાપ સાંભળી શકો છો. તેમજ હવન દરમિયાન શંખ પણ વગાડવામાં આવ્યો હતો.

2. ગંગા આરતીમાં પ્રાર્થના
ઉત્તર પ્રદેશના બનારસમાં ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે ગંગા આરતીમાં પ્રાર્થના કરવામાં આવી હતી. વીડિયો ગઈકાલ સાંજનો છે. જેમાં એક વ્યક્તિ ભારતના ત્રિરંગા સાથે ચંદ્રયાન-3 લેન્ડરની તસવીર લઈને ઉભો જોવા મળે છે. વીડિયોમાં લોકોની ભારે ભીડ જોઈ શકાય છે.

3. પ્રયાગરાજમાં હવન
ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શ્રી મઠ બાગંબરી ગદ્દી ખાતે હવન કરવામાં આવ્યો હતો. લોકોએ સફળ ઉતરાણ માટે મહાદેવને પ્રાર્થના કરી.

3. પ્રયાગરાજમાં હવન કર્યો
ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શ્રી મઠ બાગંબરી ગદ્દી ખાતે હવન કરવામાં આવ્યો હતો. લોકોએ સફળ ઉતરાણ માટે મહાદેવને પ્રાર્થના કરી.

5. છોકરો ગિટાર વગાડીને ગાય છે
આ વીડિયોમાં એક છોકરો ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે ગિટાર વગાડતો અને ગીત ગાતો જોઈ શકાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરો નીચે બેસીને ગીત ગાઈ રહ્યો છે. જ્યારે તેની પાછળ પાંચ લોકો ઉભા છે. ભારતનો ત્રિરંગો લહેરાયો છે. તેના હાથમાં સાઈનબોર્ડ છે. જેના પર લખ્યું છે, ‘હેપ્પી લેન્ડિંગ ચંદ્રયાન-3’.

Shah Jina