રાધિકા મર્ચન્ટની બર્થ ડે પાર્ટી : બોલિવુડનો જમાવડો, સુહાના-આર્યનથી લઇને અનન્યા-જાહ્નવી સુધી…ઓરીએ બતાવી ઝલક
લગ્ન બાદ અંબાણી પરિવારે મનાવ્યો નાની વહુ રાધિકાનો જન્મદિવસ, રણવીર-ધોની સહિત આ સેલેબ્સ થયા પાર્ટીમાં સામેલ
અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટે 17 ઓક્ટોબરે લગ્ન બાદ પોતાનો પહેલો જન્મદિવસ એંટીલિયામાં સેલિબ્રેટ કર્યો હતો. અંબાણી પરિવારે તેમના પરિવારની સૌથી નાની વહુનો જન્મદિવસ ખૂબ જ ભવ્ય રીતે ઉજવ્યો. આ ગ્રૈંડ પાર્ટીની ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે.
બર્થડે પાર્ટીમાં બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનના બે બાળકો સુહાના ખાન અને આર્યન ખાન, એક્ટર રણવીર સિંહ, અર્જુન કપૂર, એક્ટ્રેસ જાહ્નવી કપૂર, ખુશી કપૂર, શિખર પહારિયા અને અનન્યા પાંડે સહિત ઘણા સેલેબ્સ જોવા મળ્યા હતા. આ સિવાય ક્રિકેટના દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોનીએ પણ રાધિકાની બર્થ ડે પાર્ટીમાં હાજરી આપી હતી.
સેલેબ્સના ફેવરેટ અને અંબાણી પરિવારની દરેક ફંક્શનમાં જોવા મળતા ઓરહાન અવત્રામણી એટલે કે ઓરીએ રાધિકાની બર્થ ડે પાર્ટીની કેટલીક તસવીરો શેર કરી છે. આ ઉપરાંત એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં રાધિકા તેના પતિ અનંત અંબાણી અને પરિવાર સાથે જન્મદિવસની કેક કાપતી જોવા મળે છે.
બર્થ ડે પાર્ટીમાં રાધિકાએ વ્હાઇટ બેકલેસ ટોપ સાથે રેડ સ્કર્ટ પહેર્યો હતો. જ્યારે અનંત બ્લેક એન્ડ બ્રાઉન કલરનો ચેક શર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળ્યો હતો. તસવીરો સામે આવ્યા બાદ રાધિકાના બર્થ ડે લુકની ઘણી ચર્ચા થઇ રહી છે. જણાવી દઇએ કે, જાહ્નવી કપૂરની સાથે બહેન ખુશી કપૂર પણ પાર્ટીમાં સામેલ થઇ હતી.
એક તરફ જ્યાં દીપિકા પાદુકોણ નવજાત બાળકીની સંભાળ લઈ રહી છે, તો બીજી તરફ તેનો પતિ અને એક્ટર રણવીર સિંહ રાધિકાના જન્મદિવસની પાર્ટીમાં જોવા મળ્યો હતો. આ પાર્ટીમાં અર્જુન કપૂર પણ જોવા મળ્યો હતો.
ઓરીએ જે તસવીરો શેર કરી છે તેેમાં તે રાધિકાના જન્મદિવસની પાર્ટીમાં આવેલા મહેમાનો સાથે પોઝ આપતો જોવા મળે છે.જાહ્નવી કપૂરનો બોયફ્રેન્ડ શિખર પહારિયા પણ આ સેલિબ્રેશનમાં સામેલ થયો હતો. જાહ્નવી અને ખુશી વેસ્ટર્ન લુકમાં તબાહી મચાવી રહી હતી, જ્યારે લોકોને અનન્યા પાંડેનો દેશી લૂક પણ ઘણો પસંદ આવ્યો.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્ન 12 જુલાઈના રોજ મુંબઈમાં થયા હતા. ભવ્ય લગ્ન બાદ 13 જુલાઈના રોજ ‘શુભ આશીર્વાદ’ સેરેમની યોજાઇ હતી અને આ પછી રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
View this post on Instagram