2024 વર્ષમાં લગ્નના બંધનમાં બંધાયા આ સેલેબ્સ, યાદગાર રહ્યા લગ્નો, જુઓ લિસ્ટ

ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે 2024 લગ્નનું વર્ષ સાબિત થયું. આ વર્ષે ઘણી પ્રખ્યાત હસ્તીઓએ લગ્ન કર્યા અને ચાહકોને સારા સમાચાર આપ્યા. ટીવીથી લઇને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આ વર્ષે સ્ટાર-સ્ટડેડ લગ્નો જોવા મળ્યા. આ લગ્નોએ માત્ર મીડિયાની હેડલાઇન્સ જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવી. આ વર્ષ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહ્યું છે અને નવું વર્ષ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. આવી સ્થિતિમાં 2024 ઘણા ટીવી સ્ટાર્સ અને બોલિવુડ સ્ટાર્સ માટે સારું હતું.

નાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલા
નાગા ચૈતન્ય અને શોભિતાએ 4 ડિસેમ્બર 2024ના રોજ પરંપરાગત તેલુગુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ કપલે લગભગ બે વર્ષના ડેટિંગ બાદ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા.

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ
7 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ સોનાક્ષી અને ઝહીરે 23 જૂન 2024ના રોજ મુંબઈમાં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નમાં પરિવાર સિવાય નજીકના મિત્રો પણ જોવા મળ્યા હતા. તેમના રિસેપ્શનમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની
આ સુંદર કપલે 21 ફેબ્રુઆરીએ ગોવામાં પરંપરાગત રીતે લગ્ન કર્યા હતા. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને ચાહકોએ નવા કપલને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ
17 સપ્ટેમ્બરના રોજ આ કપલે ઐતિહાસિક મંદિરમાં સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા હતા. આ જોડી તેની સાદગી અને કેમિસ્ટ્રી માટે પ્રખ્યાત છે.

પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા
પુલકિત અને કૃતિએ માર્ચ 2024માં લગ્ન કર્યા હતા. આ લગ્ન એક ખાનગી સમારંભમાં યોજવામાં આવ્યા હતા અને બંનેએ તેમના નવા જીવનની શરૂઆત કરી હતી.

સોનારિકા ભદૌરિયા અને વિકાસ પરાશર
‘દેવો કે દેવ મહાદેવ’ ફેમ અભિનેત્રી સોનારિકા ભદૌરિયાએ આ વર્ષે 18 ફેબ્રુઆરીએ તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ વિકાસ પરાશર સાથે લગ્ન કર્યા હતા. આ કપલે પોતાના લગ્ન માટે રાજસ્થાન પસંદ કર્યું હતું. બંનેએ સવાઈ મધેપુરમાં લગ્ન કર્યા હતા. આ પછી કપલે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે તસવીરો પણ શેર કરી હતી.

દિવ્યા અગ્રવાલ અને અપૂર્વ પડગાંવકર
ટીવી અભિનેત્રી દિવ્યા અગ્રવાલે વર્ષના પ્રારંભમાં 20 ફેબ્રુઆરી 2024ના રોજ ઉદ્યોગપતિ અપૂર્વ સાથે મહારાષ્ટ્રીયન શૈલીમાં લગ્ન કર્યા હતા. તેમના ખાસ દિવસે, કપલે જાંબલી રંગ પસંદ કર્યો હતો. જ્યારે દિવ્યાએ ભરતકામથી શણગારેલો જાંબલી રંગનો લહેંગા પહેર્યો હતો, ત્યારે તેના પતિએ પણ તે જ રંગનો પ્રિન્ટેડ કુર્તો પહેર્યો હતો.

સુરભી ચંદના અને કરણ શર્મા
‘ઇશ્કબાઝ’ ફેમ અભિનેત્રી સુરભી ચંદનાએ પણ આ વર્ષે 2 માર્ચે જયપુરના ચોમુ પ્લેસમાં તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ કરણ શર્મા સાથે ફેરા લીધા હતા. તેની મહેંદીથી લઈને લગ્ન સુધીના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. બાદમાં અભિનેત્રીએ પોતે પણ ઘણી તસવીરો શેર કરી હતી. જણાવી દઈએ કે અભિનેત્રીએ તેના લગ્નમાં લાલ કે મરૂન નહીં પણ સી-ગ્રીન કલરનો લહેંગો પહેર્યો હતો.

સુરભી જ્યોતિ અને સુમિત સૂરી
‘કુબૂલ હૈ’ ફેમ અભિનેત્રી સુરભી જ્યોતિએ 27 ઓક્ટોબરે તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ સુમિત સૂરી સાથે લગ્ન કર્યા હતા. દંપતીએ તેમના લગ્ન માટે ઉત્તરાખંડમાં જિમ કોર્બેટના અહાના રિસોર્ટને પસંદ કર્યું, જ્યાં ફક્ત તેમના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. અભિનેત્રીએ તેના લગ્નની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને લોકોએ તેના પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો.

આરતી સિંહ અને દીપક ચૌહાણ
ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ ફેમ આરતી સિંહે પણ આ વર્ષે લગ્ન કરી લીધા. તેણે 25 એપ્રિલ 2024ના રોજ જુહુમાં ઇસ્કોન મંદિરમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ બિઝનેસમેન દીપક ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રીએ તેના લગ્નમાં લાલ રંગનો લહેંગો પહેર્યો હતો. તેણે ઘણી વખત ઉલ્લેખ કર્યો છે કે દીપક સાથેના તેના એરેન્જ્ડ મેરેજ છે. તેમના લગ્નમાં ફક્ત ખાસ પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા.

શ્રીજીતા ડે અને માઈકલ બ્લોહમ-પેપ
‘બિગ બોસ 16’ ફેમ શ્રીજીતા ડેએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ માઈકલ સાથે લગ્ન કર્યા. તેઓએ ગોવામાં બંગાળી રીતિ-રિવાજ મુજબ ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું અને ત્યાર બાદ લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

આ લગ્ન આખા વર્ષ દરમિયાન ચર્ચાનો વિષય રહ્યા હતા. દરેક લગ્ન પોતાનામાં ખાસ હતા, પછી તે ભવ્યતા હોય કે સાદગી. આ સેલેબ્સના લગ્ન એ સાબિત કર્યું કે દરેક સંસ્કૃતિ અને દરેક ક્ષેત્રમાં પ્રેમ અને ઉજવણી સમાન રીતે વિશેષ હોય છે. 2024 ખરેખર લગ્નો માટે યાદ રાખવા જેવું વર્ષ બન્યું.

Shah Jina