ગર્લફ્રેન્ડને બાંધી ગાડીની છત ઉપર અને પછી બાંધી દીધી હાથકડી, બજાર વચ્ચે લઈને નીકળ્યો પ્રેમી તો વીડિયો જોઈને લોકોને આવ્યો ગુસ્સો

સોશિયલ મીડિયામાં લોકો ફેમસ થવા માટે જાત જાતના નુસખાઓ અપનાવતા હોય છે, જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા હોય છે. હાલ આવો જ એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક પ્રેમી તેની પ્રેમિકાને ગાડીની છત ઉપર બાંધીને ફેરવવામાં આવે છે. ગાડીની ઉપર બાંધીને પ્રેમિકાને ફેરવવા વાળો વ્યક્તિ પણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી એક સોશિયલ મીડિયા ઇન્ફ્યુલેન્સર છે. તેનું એકાઉન્ટ પણ વેરીફાય છે.

ઇન્સ્ટાગ્રામ ઉપર પ્રખ્યાત થયેલ સર્જી કોસેન્કો નામનો એક વ્યક્તિ પોતાની પ્રેમિકાને ગાડીની છત ઉપર બાંધીને ફેરવી રહ્યો છે સાથે જ તેનો વીડિયો પણ બનાવી રહ્યો છે. રૂસના રહેવા વાળા સર્જીની આ હરકત જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે. ઇન્સ્ટાગ્રામ ઉપર તેના 5 મિલિયન ફોલોઅર્સ પણ છે.

તેની આ હરકત ઉપર સર્જીનું કહેવું છે કે, “તે અને તેની પ્રેમિકા એક બીજા ઉપર ટ્રસ્ટ ટેસ્ટ કરવા માંગતા હતા. જેના કારણે તેમને આ વીડિયો બનાવ્યો છે. પોતાની પ્રેમિકાને ગાડી ઉપર બાંધવા માટે પોલીસે સર્જી ઉપર મોટો દંડ પણ લગાવ્યો છે. સાથે જ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોના આધાર ઉપર પોલીસ તપાસ પણ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sergey Kosenko (@sergey_kosenko)

વીડિયોની અંદર અરજી તેની પ્રેમિકાને કારની છત ઉપર દોરડા અને ટેપથી બાંધીને શહેરના રસ્તાઓ ઉપર ફેરવી રહ્યો છે. આવતા જતા લોકો પણ તેને હેરણીથી જોઈ રહ્યા છે. સર્જીએ બારીમાંથી હાથ બહાર કાઢ્યો છે અને તેની પ્રેમિકાનો હાથ પકડ્યો છે. બંનેના હાથનો સાથ ના છૂટે એટલા માટે તેને હાથકડી પણ લગાવી છે. પરનૌટ પ્રેમને ટેસ્ટ કરવાની તેની આ રીત લોકોને જરા પણ પસંદ ના આવી.

Niraj Patel