માત્ર 26 વર્ષની ઉંમરે આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા કેપ્ટન શુભમ ગુપ્તા, ઘરે ચાલી રહી હતી લગ્નની તૈયારી

ઓમ શાંતી: ઘર પર થઇ રહી હતી સેહરો સજાવવાની તૈયારી, બોર્ડર પર શહીદ થઇ ગયા કેપ્ટન, રડાવી દેશે આગરાના શુભમની કહાની

Rajouri Encounter subham gupta : જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં આગરાના કેપ્ટન શુભમ ગુપ્તા શહીદ થઇ ગયા. આ વાતની જાણ તેમના ઘરે થતા જ શોકનો માહોલ છવાઇ ગયો હતો. પરિવારના સભ્યો તેમના પુત્ર શુભમ ગુપ્તાનો પાર્થિવ દેહ ઘરે આવવાની રાહ જોઇ રહ્યા છે.

શુભમ ગુપ્તાના પિતા આગ્રામાં ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ કાઉન્સેલર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છે.રાજૌરીના બજીમલ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં આગ્રાના શુભમ ગુપ્તા શહીદ થઇ ગયા હતા. પુત્રને આર્મી યુનિફોર્મમાં જોઈને પિતા બસંત ગુપ્તાની છાતી ગર્વથી ફૂલી જતી.

શુભમનો પરિવાર આ વર્ષે લગ્નની તૈયારી કરી રહ્યો હતો, આ દરમિયાન શુભમની શહીદીના સમાચાર આવ્યા, અને ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો. આગ્રાના બીજેપી સાંસદ અને કેન્દ્રીય મંત્રીઓ એસપી સિંહ બઘેલ અને રાજકુમાર ચહરે શહીદ શુભમ ગુપ્તાના પરિવારજનોની મુલાકાત લીધી હતી. શહીદ કેપ્ટન શુભમ ગુપ્તાના ભાઈનું કહેવું છે કે ભાઈને સિગ્નલ કોરમાં કમિશન મળ્યું હતું. તેમ છતાં તે સિગ્નલ કોર છોડીને પેરામાં જોડાયો.

જ્યારે પણ તે ગુપ્ત મિશન પર જતો ત્યારે તેનો ફોન સ્વીચ ઓફ જ રહેતો હતો. દેશ પ્રત્યેનો તેમનો જુસ્સો અદ્ભુત હતો. શહીદ કેપ્ટન શુભમને શરૂઆતથી જ દેશ અને સેના માટે અલગ જુસ્સો હતો. શુભમને બાળપણથી જ યુનિફોર્મ પસંદ હતો. જણાવી દઈએ કે બુધવારે રાજૌરીમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના બે અધિકારી અને બે જવાન શહીદ થયા હતા.

Shah Jina