આ ભાઈએ ગણતરીની સેકેન્ડમાં જ “કા કા” કરીને આકાશમાં ભેગા કરી નાખ્યા સેંકડો કાગડા, વીડિયો જોઈને બોલ્યા..”આ ભાઈ પાસે દિવ્ય શક્તિ છે..”

ગજબનો ટેલેન્ટ છે આ ભાઇમાં…કાગડાનો અવાજ કાઢીને આખું આકાશ કાગડાથી ભરી દીધું… જુઓ વીડિયો

આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકો પોતાના ટેલેન્ટને પણ બહાર લાવતા હોય છે. તમે ઘણા લોકોના વીડિયો વાયરલ થતા જોયા હશે જેમાં તે પોતાના ટેલેન્ટ દ્વારા તમને પણ પ્રભાવિત કરી દેતા હોય છે. ત્યારે હાલ આવા જ એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો ખુલ્લા મેદાન જેવી જગ્યામાં બાઈક લઈને ઉભા છે અને એક ભાઈ વીડિયો બનાવી રહ્યો છે. વીડિયોમાં તે પહેલા આકાશનો નજારો બતાવે છે. જ્યાં કોઈપણ પક્ષી દેખાતું નથી. પરંતુ ત્યારે જ એક ભાઈ ત્યાંથી કાગડાનો અવાજ કાઢવાનું શરૂ કરે છે.

એ ભાઈ “કા કા” અવાજ કરવાનું શરૂ કરે છે તેની થોડી જ સેકેંડમાં એક પછી એક કાગડાઓ તે મેદાનની ઉપર ઉડવા લાગે છે. જોત જોતામાં આખું આકાશ કાગડાઓથી ભરાઈ જાય છે. આ જોઈને તેના મિત્રો પણ હસવા લાગે છે અને આ ભાઈના ટેલેન્ટના પણ વખાણ કરવા લાગે છે. સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો વાયરલ થતા જ લોકો તે વ્યક્તિના ટેલેન્ટની પ્રસંશા કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર વાયરલ થઇ રહેલો આ વીડિયો મધ્ય પ્રદેશના ભોપાલનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કાગડાનો અવાજ કાઢનારા વ્યક્તિનું નામ અક્કુભાઈ છે. જેમની પાસે કાગડાને બોલવાનું અધભૂત કૌશલ્ય છે. ત્યારે હવે સોશિયલ મીડિયામાં પણ લોકો આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે અને અલગ અલગ માધ્યમમાં શેર પણ કરી રહ્યા છે.

Niraj Patel