પ્રેમ આંધળો હોય છે એ સાબિત કર્યુ અમીર બિઝનેસમેનની દીકરીએ…બોયફ્રેન્ડ માટે ઠુકરાવી દીધી 2500 કરોડની સંપત્તિ

બિઝનેસ ટાઇકૂનની દીકરીનું દિલ આવ્યુ ગરીબ પર…પ્રેમ માટે ઠુકરાવી 2500 કરોડની સંપત્તિ, હવે જીવી રહી છે આવું જીવન

સાચા પ્રેમનો મતલબ છે ત્યાગ. આ બલિદાનને સાબિત કરી બતાવ્યુ છે એક છોકરીએ, જે કરોડો રૂપિયાની સંપત્તિની માલિક છે પણ તેના પ્રેમ માટે તેણે એ ઠુકરાવી દીધી. સાચો પ્રેમ એ લાગણી છે જેમાં એકબીજાના સુખ માટે સર્વસ્વ બલિદાન આપવાની ક્ષમતા હોય અથવા દુઃખમાં સુખની અનુભૂતિ એ સાચો પ્રેમ હોઈ શકે. કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવતી મલેશિયાની એક યુવતીએ આ સાબિત કર્યું.

એન્જેલિન ફ્રાન્સિસ નામની આ છોકરીએ તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે 300 મિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 2500 કરોડ રૂપિયાનો વારસો છોડી દીધો. એન્જેલિન ફ્રાન્સિસે સંપત્તિ નહિ પણ તેના સાચા પ્રેમને પસંદ કર્યો. એન્જેલિન ફ્રાન્સિસનો જન્મ મલેશિયાના બિઝનેસ ટાયકૂન ખૂ કે પેંગ અને ભૂતપૂર્વ મિસ મલેશિયા પોલિન ચાઈને ત્યાં થયો હતો.

એન્જેલિનના પિતા કોરસ હોટેલ્સના ડિરેક્ટર છે. તેઓ મલેશિયાના 44માં સૌથી અમીર વ્યક્તિ છે. જ્યારે ફ્રાન્સિસ ઓક્સફર્ડમાં અભ્યાસ કરી રહી હતી ત્યારે તે જેડેદિયા ફ્રાન્સિસને મળી અને બંને પ્રેમમાં પડ્યા. જ્યારે એન્જેલિને તેના પરિવારને પ્રેમ વિશે જણાવ્યું, ત્યારે તેઓએ નામંજૂર કર્યો અને રોમાંસનો અંત લાવવાની ધમકી આપી.

એન્જેલિનના પિતાને તેના પ્રેમીનું બેકગ્રાઉન્ડ પસંદ નહોતુ, કારણ કે તેનો પ્રેમી સાધારણ બેકગ્રાઉન્ડથી આવતો હતો. એન્જેલિનના પિતાએ તેને ધમકી આપી અને અલગ થવાનું કહ્યું, પરંતુ તેણે ખુશી ખુશી પિતાના વારસાને ઠુકરાવ્યો અને પ્રેમને પસંદ કર્યો. મલેશિયન બિઝનેસ ટાયકૂનની વારસદાર એન્જેલિન ફ્રાન્સિસે 2008માં જેડેદિયા સાથે લગ્ન કર્યા અને સાબિત કર્યું કે પ્રેમ બધો વિજય પ્રાપ્ત કરે છે.

એન્જેલિને વૈભવી જીવન છોડીને પ્રેમ પસંદ કર્યો. જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે કોઈએ પ્રેમ માટે આટલું મોટુ બલિદાન આપ્યું હોય. વર્ષ 2021માં જાપાનની રાજકુમારી માકોએ કેઇ કોમુરોઆ સાથે લગ્ન કર્યા હતા. તે તેનો કોલેજ પ્રેમી અને એક સીધો સાદો માણસ હતો. રાજકુમારી માકો જાપાની સમ્રાટની ભત્રીજી છે, પરંતુ લગ્ન પછી તેણે પ્રેમ માટે તેની ઉપાધિ ત્યાગી દીધી હતી.

Shah Jina