બસમાં સીટ માટે બે યાત્રીઓ ઝઘડી પડ્યા, પાછળ બેઠેલા વ્યક્તિએ મોબાઈલમાં વીડિયો કર્યો કેદ, વાયરલ થતા જ પેટ પકડીને હસવા લાગ્યા લોકો, જુઓ

મોટાભાગના લોકોએ બસમાં મુસાફરી કરી હશે. મુસાફરી દરમિયાન સીટ માટે ઝઘડા થવા ખુબ જ સામાન્ય બાબત છે. આજે પણ ગામડામાં આજ પરિસ્થિતિ છે. ઘણા લોકો પોતાની સીટ મેળવવા માટે રૂમાલ પણ મૂકી દેતા હોય છે. તો ઘણીવાર 2ની સીટમાં ત્રણ જણ બેસીને મુસાફરી કરે છે. ત્યારે હાલ આવી જ એક લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોયા પછી તમે તમારા હાસ્ય પર કાબુ નહિ રાખી શકો.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ અન્ય વ્યક્તિ સાથે સીટ માટે લડી રહ્યો છે. એક વ્યક્તિ કહી રહી છે “ત્યાં ઘણી જગ્યા છે !” આ વાતનો જવાબ આપતી વખતે, બીજી વ્યક્તિ કહી રહી છે “ત્યાં કોઈ જગ્યા નથી !” સૌથી રસપ્રદ વાત એ છે કે બંને વૃદ્ધ છે અને બંને પાસે બેસવા માટે પૂરતી સીટ છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બંને કાકા બસમાં સીટ માટે લડી રહ્યા છે. એક વ્યક્તિ કહી રહી છે “ત્યાં ઘણી જગ્યા છે, અને બીજી વ્યક્તિ કહી રહી છે “ત્યાં કોઈ જગ્યા નથી !” આ ઘટનાને પાછળની સીટમાં બેઠેલા એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી અને તેનો વીડિયો તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો. જે હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેને લાખો લોકો અત્યાર સુધી જોઈ ચુક્યા છે. આ વીડિયો ક્યાંનો છે તેના વિશેની કોઈ પુષ્ટિ નથી થઇ. પરંતુ લોકો આ વીડિયોને જોઈને ખુબ જ મજા માણી રહ્યા છે. ઘણા લોકો વીડિયોની કોમેન્ટમાં ફની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

Niraj Patel