રોપ વે પર અચાનક ઉડવા લાગી બસ? પહાડી પાર કરવા માટે જબરદસ્ત જુગાડ- જુઓ વીડિયો

પબ્લિક ટ્રાન્સપોર્ટને પાર કરાવવા માટેનો જબરદસ્ત જુગાડ, જોતા જ અટકી જશે શ્વાસ, વાયરલ થયો વીડિયો

દુનિયામાં અને ખાસ કરીને ભારતમાં જુગાડવાળાની કોઇ કમી નથી. ગમે ત્યારે કોઇ ગમે તેવો જુગાડ લગાવી દે છે અને કામ પણ થઈ જાય છે. આ વાતો હવામાં નથી કહેવામાં આવતી, પણ જુગાડ તંત્રના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર જોવા મળે છે. પરંતુ આજે મામલો ઘણો આગળ વધી ગયો છે. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ પાર કરવાનો જુગાડ એટલે કે બસને પાર કરાવવાનો જોઈને તમે ચોંકી જશો. ટ્વિટર પર @ErikSolheim નામના એકાઉન્ટ પર નેપાળનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે,

જે વાયરલ થઈ રહ્યો છે. જેમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને ક્રોસ કરવાનો રસ્તો જોઈ લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો રસ્તો તૂટી ગયો હોવાને કારણે રોપ-વે સ્ટાઈલમાં કેબલ વડે બસને પેલે પાર લઈ જવામાં આવી રહી છે. આ જોઈ લોકો સ્તબ્ધ રહી ગયા હતા. આ વીડિયોને 9 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. નેપાળના નામે વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક મોટી સાર્વજનિક બસને કેબલના માધ્યમથી બીજી તરફ લઈ જવામાં આવી રહી છે

અને બસની બીજી બાજુ પહોંચવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ તેની ખાતરી કરવા માટે બે લોકો હાજર જોવા મળે છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે જાડા કેબલ અને જાડા દોરડાની મદદથી એક મોટી સાર્વજનિક બસને રોડ પર લઈ જવામાં આવી રહી છે અને આ બસની પાછળ બે લોકો હાજર હતા. તેઓ તેને જોઈ રહ્યા છે જેથી બીજી બાજુ બસ સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યાંથી બસ પસાર થઈ રહી છે ત્યાં એક ઊંડો ખાડો છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ખાડો પહેલા તોડવામાં આવ્યો ન હતો અને રસ્તો બનાવવામાં આવ્યો હતો. પરંતુ તેના તૂટવાના કારણે લોકોને બીજી તરફ પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહેવાલ મુજબ, નેપાળના ઘણા સ્થળોએ ભૂસ્ખલન અથવા રસ્તા તૂટવાની ઘટના સામાન્ય છે. આવી સ્થિતિમાં અવારનવાર રસ્તાઓ અવરોધાય છે. જેના કારણે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

Shah Jina