બસમાં કંડકટર તરીકે કામ કરતી હતી આ દીકરી, દુલ્હન બનીને હેલિકોપ્ટરમાં થઇ વિદાય

કુટુંબમાં 4 પેઢી પછી જન્મી હતી આ ‘દીકરી’, બાપે લાડલીને સોનાનો હાર પહેરાવીને વિદા કરી

ઘણીવાર લોકોને એવું લાગે છે કે, દીકરી તો બોજ છે, પરંતુ ઘણીવાર પરિસ્થિતિ એવી બનતી હોય છે કે દીકરીએ પરિવારની જવાબદારી ઉઠાવી લેવી પડે છે અને તેના માટે ઘણી દીકરીઓ પુરુષો જેવા પણ કામ કરતી હોય છે.

આવી જ કહાની હરિયાણાની દીકરીની છે, જે એક સમયે હરિયાણા રોડવેઝની બસોમાં ટિકિટ ફાડવાનું કામ કરતી હતી. પરંતુ જયારે તેના લગ્ન થયા ત્યારે તેના પિતાએ તેના લગ્નને યાદગાર બનાવવા માટે તેની વિદાય હેલિકોપ્ટરમાં કરી.

હરિયાણાના સિરસામાં રહેવા વાળી શેફાલી પહેલી મહિલા બસ કંડકટર બની હતી અને બસમાં ટિકિટ ફાડતી જોવા મળી હતી. ત્યારબાદ તે ઘણી જ ચર્ચામાં આવી ગઈ હતી. લોકો આ દીકરીની ખૂબ જ પ્રસંશા પણ કરી રહ્યા હતા.

એચએસવી સેક્ટરમાં રહેતા પવન માંડાની દીકરી શેફાલી દુલ્હન બનીને પોતાના પતિ સચિન સાથે હેલિકૉપ્ટરમાં પોતાના સાસરે ગઈ. જેને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. પરિવારની અંદર 4 પેઢી સુધી કોઈ દીકરી જન્મી નહોતી.

શેફાલીનો જન્મ થયો ત્યારે પરિવારે ખુબ જ પ્રેમથી તેનો ઉછેર કર્યો. શેફાલીના પિતા પવન માંડા એસડીએમ કાર્યાલયમાં કાર્યરત છે જયારે તેની માતા શિક્ષણ વિભાગમાં છે. શેફાલીના કાકા પ્રવીણ માંડા પોલીસ વિભાગમાં છે જયારે બીજા કાકા રાજવીર માંડા કો-ઓપરેટીવ બેંકમાં ચેરમેન છે.

Shah Jina