બર્ગર કિંગની છેલ્લા 27 વર્ષની નોકરીમાં આ વ્યક્તિએ નહોતી પાડી એક પણ રજા, ભેટમાં મળી આ સામાન્ય વસ્તુઓ, કહાની વાયરલ થતા આવ્યું આટલા કરોડનું દાન

સોશિયલ મીડિયાની તાકાત ફરીવાર દેખાઈ, 27 વર્ષ સુધી બર્ગર કિંગમાં એક પણ રજા પાડ્યા વિના ફરજ બજાવનારા કમર્ચારી માટે ભેગું થયું આટલા કરોડનું દાન, જુઓ

ઘણા લોકો એવા હોય છે જે એક જ કંપનીની અંદર વર્ષો સુધી નોકરી કરતા હોય છે અને જયારે તે વયનિવૃત્ત થાય છે ત્યારે તેમને કંપની એક સામાન્ય ભેટ આપીને છુટા કરતી હોય છે. તો ઘણીવાર કેટલીક કંપનીઓ પોતાના કર્મચારીઓને મોટી મોટી ભેટ સોગાદો પણ આપતી હોય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક એવા કર્મચારીની કહાની વાયરલ થઇ રહી છે જેને 27 વર્ષ સુધી પોતાની કંપનીમાં કામ કર્યું અને તેને પણ સામાન્ય ભેટ જ મળી.

આ કહાની છે બર્ગર કિંગના એક કર્મચારીની. જેને છેલ્લા 27 વર્ષમાં એક પણ રજા લીધી નથી. આ કર્મચારી ટ્વિટરના સૌથી લોકપ્રિય ટ્રેન્ડમાં હતો. આ માટે તેના એમ્પ્લોયરે તેને ગુડી બેગ આપી છે. કેવિન ફોર્ડ નામના બર્ગર કિંગના કર્મચારીને તે જ્યાં કામ કરતો હતો ત્યાંથી મૂવી ટિકિટ, સ્ટારબક્સ સિપર, કેટલીક ચોકલેટ અને કેટલીક મિન્ટ્સ ધરાવતી ગુડી બેગ મળી હતી.

પરંતુ ઇન્ટરનેટ પર તેની કહાની વાયરલ થતા તેને સૌથી મોટો પુરસ્કાર મળ્યો. કેવિનની દીકરી દ્વારા શરૂ કરાયેલ ફંડ રેઈઝિંગ પેજને અત્યાર સુધીમાં 1.5 કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે. કેવિન ફોર્ડની દીકરી સેરિનાએ છેલ્લા 27 વર્ષોમાં કોઈ રજાઓ ન લેતા તેના પિતાએ તેમના બાળકોને ઉછેરવા માટે કરેલી મહેનતને સ્વીકારવા GoFundMe પેજ પર દાન પેજ શરૂ કર્યું. ઈન્ટરનેટ વપરાશકર્તાઓએ ક્રાઉડ-ફંડિંગ વેબસાઈટ પર કેવિન માટે તેમના હૃદય અને પૈસા બંને રેડી દીધા છે.

54 વર્ષીય કેવિન ફોર્ડને તેમની અથાક સેવા માટે દાનના રૂપમાં ઈન્ટરનેટ તરફથી જબરજસ્ત ટેકો મળ્યો છે. કારણ કે તેમને સ્વીકૃતિ તરીકે આપવામાં આવેલ “નાની ગુડી બેગ” ઘણા વપરાશકર્તાઓને પસંદ આવી નહોતી. ઘણા ઈન્ટરનેટ વપરાશકર્તાઓએ વિચાર્યું કે કેવિન તેની વર્ષોની સેવા માટે માત્ર એક ગુડી બેગ કરતાં વધુ મેળવવાને લાયક છે.

હાલ કેવિન ઈન્ટરનેટ યુઝર્સમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગયો છે. હવે તે ટીવી સ્ટુડિયોમાં પહોંચીને વધુ હેડલાઇન્સમાં આવી ગયો છે. તેમના ઈન્ટરવ્યુ હવે ટીવી ચેનલો પર પ્રસારિત થઈ રહ્યા છે. લોકો પણ તેના ઉપર ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે અને તેના આ 27 વર્ષના કામ માટે તેની ખુબ જ પ્રસંશા પણ કરી રહ્યા છે.

Niraj Patel