વહુ સસરાએ સંસ્કાર, આબરૂના કર્યા ધજાગરા, 60 વર્ષના ડોસા સસરા પર મરી મટી 21 વર્ષની વહુ, જાણો આખી સ્ટોરી
ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર એવી એવી પ્રેમની દાસ્તાન સામે આવે છે કે સાંભળી આપણે પણ ચોંકી ઉઠીએ. હાલમાં જ એક આવી જ કહાની સામે આવી છે, જે સંબંધોને તાર તાર કરે છે.
રાજસ્થાનના કોટાના બુંદી જિલ્લામાં એક સસરાનું પોતાની પુત્રવધુ પર દિલ આવી ગયુ અને તે બાદ તેઓ તેને લઇને ઘરેથી ફરાર થઇ ગયા. જે બાદ દીકરાને જ્યારે તેના પિતા અને પત્નીની કરતૂત વિશે જાણ થઇ તો તે સુન્ન રહી ગયો. તે ફરિયાદ ગઇ પોલિસ પાસે પહોંચ્યો. તેણે પિતા પર પત્નીને ભગાવવાનો આરોપ લગાવતા બંનેની શોધ કરવાની ગુહાર લગાવી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
પીડિતનો આરોપ છે કે પોલિસ તેની વાતને સહેજ પણ ગંભીરતાથી નથી લઇ રહી. ત્યાં બીજી બાજુ પોલિસનું કહેવુ છે કે તે ગંભીરતાથી બંનેની શોધ કરી રહી છે. પોલિસ અનુસાર મામલો બુંદીના સદર થાના વિસ્તારના સિલોર ગામનો છે. ત્યાંના પીડિત યુવક પવન વૈરાગીએ આ સંબંધમાં પિતા રમેશ વૈરાગી વિરૂદ્ધ મામલો દાખલ કરાવ્યો છે. પવનનો આરોપ છે કે તેના પિતા તેની પત્નીને ભગાડી લઈ ગયા છે. પીડિત પવનનું કહેવું છે કે પોલીસ તેના રિપોર્ટને ગંભીરતાથી લઈ રહી નથી. પવનને છ મહિનાની દીકરી છે.
પીડિત યુવકનો આરોપ છે કે તેઓ તેની બાઇક લઈને ભાગી ગયા હતા. તેણે આરોપ લગાવ્યો કે તેના પિતા પહેલા પણ ખોટા કામો કરતા હતા. તેની પત્ની સીધા સ્વભાવની છે. પિતા તેને ધમકાવતા પણ હતા. પવન RCC માટે કામ કરે છે,
તે વેતનના સંબંધમાં બહાર રહે છે. સદર થાનપ્રભારીનું કહેવું છે કે સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. પવને તેની પત્નીને લઈ જવા માટે તેના પિતા પર શંકા વ્યક્ત કરી છે અને આ મામલે તપાસ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં જમાઈ અને સાસુની લવ સ્ટોરી સામે આવી હતી.
ત્યાં જમાઈ કે જે તેની સાસુના પ્રેમમાં હતો, તે સસરાને નશામાં ધૂત કરી સાસુ સાથે ભાગી ગયો. ત્યારપછી પોલીસ ઘણા દિવસો સુધી બંનેને શોધી રહી હતી. બાદમાં સોસાયટીના લોકોએ બંનેને શોધી કાઢી પોલીસને જાણ કરી હતી.
ત્યારબાદ પોલીસ બંનેને પકડીને લાવી હતી. સાસુ સાથે પૂછપરછ દરમિયાન તેણે પોલીસને જણાવ્યું કે તેનો પતિ તેને રોજ માર મારતો હતો. તેનાથી પરેશાન થઈને તે તેના જમાઈ સાથે ભાગી ગઈ હતી. રાજસ્થાનમાં સંબંધો તાર-તાર કરવાનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ રાજ્યમાં આવી શરમજનક ઘટનાઓ ઘણી સામે આવી ચૂકી છે.