મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના મલાડમાં શનિવારે 22 માળની ઈમારતના ફ્લેટમાં આગ ફાટી નીકળી હતી. જો કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી હજુ સુધી સામે આવી નથી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના એક અધિકારીએ આ જાણકારી આપી હતી.
BMCના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, સવારે 11.30 વાગ્યે મલાડના જનકલ્યાણ નગરમાં મરિના એન્ક્લેવ બિલ્ડિંગના ત્રીજા માળે સ્થિત ફ્લેટમાં આગ લાગી હતી. જેમાં ઘણી બધી ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. મુંબઈમાં ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે
આગના સમાચાર મળતા જ ઓછામાં ઓછા ચાર ફાયર એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમની ટીમે ઝડપથી કાર્ય કરી 15 મિનિટની અંદર આગને કાબૂમાં લઇ લીધી હતી. આ દરમિયાન ઘરમાં હાજર એક છોકરીએ પોતાનો જીવ બચાવવા બાલ્કનીમાંથી કૂદવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં ફાયર વિભાગે સીડીનો ઉપયોગ કરીને તેને નીચે લાવવાનો પ્રયાસ કર્યો.
આ બાળકીને બચાવવાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. BMC અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. તેમણે કહ્યું કે આગનું કારણ શોધલામાં આવી રહ્યું છે અને વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
Fire breaks out in a building in Jankalyan Nagar in Malad area of Mumbai. Five fire tenders present at the spot. No injuries reported so far. Details awaited. pic.twitter.com/iATy1gICgk
— Ravi Chaturvedi (@Ravi4Bharat) December 3, 2022
મકાનમાં આગ લાગવાથી થયેલા આર્થિક નુકસાનની માહિતી હજુ સુધી મળી નથી. આગ કાબુમાં આવ્યા બાદ આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગની જાણ પડોશીઓને થતાં જ તેઓ તેમના ઘરની લાઇટ અને ગેસ બંધ કરી બહાર દોડી આવ્યા હતા.
View this post on Instagram