વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ ગત 24 ઓક્ટોબર 2026ના રોજ બુદ્ધિ, વેપાર અને સંવાદના કારક ગણાતા ગ્રહ બુધ તુલા રાશિમાં વક્રી થઈ ચૂક્યા છે. બુધની આ વક્રી ચાલની અસર તમામ 12 રાશિઓ પર અલગ-અલગ સ્વરૂપે જોવા મળી રહી છે, જેમાં કેટલીક રાશિઓ માટે આ સમય અસંખ્ય પડકારો તો વળી ખાસ કરીને ત્રણ રાશિઓ માટે અત્યંત અનુકૂળ અને લાભદાયી સાબિત થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન જાતકોને પોતાની બુદ્ધિમત્તા અને ઉત્તમ સંવાદ ક્ષમતાના બળે ક્ષેત્રે મોટી સફળતા પ્રાપ્ત થવાની પૂરી સંભાવનાઓ રહેલી છે. લાંબા સમયથી અટકી ગયેલા કાર્યો વેગ પકડશે તેમજ અધૂરા સપનાઓને સાકાર કરવાની સોનેરી તકો પ્રાપ્ત થશે. ખાસ કરીને કર્ક, કન્યા અને તુલા રાશિના જાતકો માટે આ સમય આર્થિક ઉન્નતિ અને માન-સન્માન વધારનાર સાબિત થશે.

1. કર્ક રાશિ (Cancer)
કર્ક રાશિના જાતકો માટે બુધનું વક્રી થવું આર્થિક અને વ્યાવસાયિક દ્રષ્ટિએ અત્યંત લાભકારી તથા ફળદાયી સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમને જીવનમાં મનચાહી સફળતા પ્રાપ્ત થશે અને તમે કોઈ નવી યાત્રાની શરૂઆત પણ કરી શકો છો. તમારામાં નવો આત્મવિશ્વાસ જોવા મળશે, જેનાથી દરેક કાર્યમાં આગળ વધવાથી સંતોષકારક લાભ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને પ્રયાસોને યોગ્ય ઓળખ મળશે તેમજ નોકરીમાં નવી જવાબદારીઓ સાથે પ્રગતિના અવસરો બનશે. વેપાર-ધંધા સાથે જોડાયેલા લોકોને પોતાની નવી યોજનાઓથી મોટો નાણાકીય લાભ મળી શકે છે અને પરિવારના સભ્યોનો ભરપૂર સહયોગ મળવાથી તમારું મન પ્રફુલ્લિત અને પ્રસન્ન રહેશે.

2. કન્યા રાશિ (Virgo)
કન્યા રાશિના જાતકો માટે બુધની આ વક્રી ચાલ ભાગ્યનો પૂરો સાથ અપાવનારી અને સફળતાના શિખરે લઈ જનારી સાબિત થશે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ અને ખુશીઓ જળવાઈ રહેશે તથા તમારો વ્યાપાર ખૂબ જ સારી રીતે સફળતાપૂર્વક આગળ વધશે. નોકરી કરતા જાતકોને કાર્યસ્થળ પર નવી અને મોટી જવાબદારીઓ સોંપવામાં આવે તેવી પૂરી સંભાવનાઓ છે. આ સમયગાળા દરમિયાન પરસ્પરના સંબંધોમાં સમજ વધશે અને ભવિષ્યની યોજનાઓને વધુ સારી રીતે આગળ ધપાવવાની તકો મળશે. તમારા આત્મવિશ્વાસ તેમજ નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થશે, જે શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

3. તુલા રાશિ (Libra)
તુલા રાશિના જાતકો માટે બુધનું વક્રી થવું જીવનના અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સકારાત્મક અને ઉત્સાહવર્ધક બદલાવ લઈને આવી રહ્યું છે. તમારા અદભુત વ્યક્તિત્વ, વાતચીત કરવાની શૈલી અને સચોટ નિર્ણય લેવાની ક્ષમતાનો તમને મોટો લાભ મળશે. લાંબા સમયથી અટકી ગયેલા અને વિલંબમાં પડેલા કાર્યો હવે ઝડપ પકડશે તથા આર્થિક સ્થિતિ સુધારવાની તકો મળશે. તમે નવા લોકોને મળશો અને તેના માધ્યમથી કોઈ નવા વ્યાપાર કે પ્રોજેક્ટની શરૂઆત કરી શકો છો. જૂના સંપર્કો અને વ્યાવસાયિક સંબંધો દ્વારા વેપારી વર્ગને સારો એવો નાણાકીય નફો થવાની પ્રબળ સંભાવના છે, જ્યારે કોઈ નવા કાર્યનો આરંભ કરવા ઈચ્છતા જાતકોને પણ આગળ વધવા માટે ઉત્તમ અવસરો પ્રાપ્ત થશે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)