70 દિવસ સુધી ચમકશે આ રાશિઓની કિસ્મત! ગ્રહોના રાજકુમાર બુધનું કર્કમાં ગોચર કરાવશે લાભ, થઈ જશો માલામાલ

જુલાઈ અને ઓગસ્ટ ઘણી રાશિઓ માટે ખાસ રહેવાના છે. તેનું મુખ્ય કારણ બુધનું ગોચર અને પછી તેની વક્રી અને સીધી ગતિ છે. ગ્રહોનો રાજકુમાર બુધ 22 જૂને રાત્રે 9:32 વાગ્યે કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને 30 ઓગસ્ટ સુધી આ રાશિમાં રહેશે. આ સમય દરમિયાન બુધ 18 જુલાઈએ વક્રી થશે અને 11 ઓગસ્ટે ફરીથી સીધી ગતિમાં આવી જશે. એવામાં બુધની અસર કેટલીક ખાસ રાશિઓ પર લગભગ 70 દિવસ સુધી રહેશે. જેના લીધે આ રાશિના જાતકોને ધન, વેપાર અને કરિયરમાં સફળતા મળવાનો યોગ છે, સાથે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે.

ગ્રહોના રાજકુમાર બુધના ગોચર બાદ અનેક ફાયદાઓ થશે. કર્ક રાશિમાં ગોચર બાદ બુધ મિથુન રાશિના બીજા ભાવમાં રહેશે. તેનાથી બુધનું ગોચર અનુકૂળ માનવામાં આવે છે. તેવામાં આ રાશિના લોકોના જીવનમાં ઘણા સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે અને ધનના મામલામાં લાભ થશે. તમારા ઘર-પરિવારમાં શાંતિપૂર્ણ અને ખુશ માહોલ રહેશે. સાથે જીવનમાં ખુશીઓનું આગમન થશે. તમે આ દરમિયાન વસ્ત્ર અને આભૂષણ પણ ખરીદી શકો છો. આ દરમિયાન તમને વેપારમાં લાભની ઘણી તક મળશે.

મિથુન રાશિ

બુધ ગોચર દરમિયાન મિથુન રાશિના લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેવાનો છે. તમારા પરિવારમાં વાતાવરણ સારું રહેશે અને પૈસા સંબંધિત બાબતોમાં લાભ મળવાના સંપૂર્ણ સંકેતો છે. આ સમય દરમિયાન ઘરમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે. તમે કપડાં, ઘરેણાં જેવી વસ્તુઓ ખરીદી શકો છો અથવા તમારા પ્રિયજનોને ભેટ આપી શકો છો. વાત કરવાની રીત લોકોને પ્રભાવિત કરશે અને જૂના સંબંધીઓ સાથેના સંબંધો ફરીથી સારા બની શકે છે. વ્યવસાયમાં પણ ઘણી નવી તકો આવી શકે છે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોના અગિયારમાં ભાવમાં બુધ રહેશે. તેથી બુધની વક્રી માર્ગી ચાલ ખૂબ લાભકારી રહેવાની છે. તેનાથી તમને કરિયરમાં સફળતાની ઘણી તક મળી શકે છે અને નોકરી કરનાર જાતકોને પણ લાભ થશે. સમાજમાં માન-સન્માન વધશે અને તમારી વાણીમાં સુધાર થશે. બુધના કર્ક રાશિમાં રહેવાથી કન્યા રાશિના જાતકોની આવકમાં વધારો થશે, જેનાથી ઘરમાં ખુશીઓ આવશે. જો તમે પ્રોપર્ટી કે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા છો તો સકારાત્મક પરિણામ મળી શકે છે. આ દરમિયાન ભાઈ-બહેનો સાથા સંબંધ મધુર અને મજબૂત થશે. તમે કારોબારમાં જે પ્રયાસ કરશો તેમાં પણ સફળતા મળશે. સંતાન સંબંધિત મામલામાં અનુકૂળ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે બુધ કારકિર્દી સંબંધિત ઘરમાં રહેશે. આ સૂચવે છે કે તમને તમારી નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારી મળશે. જેઓ પોતાનું કામ કરી રહ્યા છે તેઓને મોટો સોદો અથવા નફો મળી શકે છે. જેઓ વિદેશમાં કામ કરે છે તેમને ખાસ લાભ મળશે. તમે કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો અને તમારું સ્વાસ્થ્ય પણ તમને સાથ આપશે.

ધન રાશિ

આ રાશિના જાતકોના આઠમાં ભાવમાં બુધ રહેશે. તેનાથી તમને ઘણા મામલામાં અનુકૂળ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. આ દરમિયાન કાર્યક્ષેત્રમાં મહેનતનો લાભ જરૂર મળશે અને તમે મોટી સફળતા હાસિલ કરી શકો છો. પરંતુ જીવનસાથીના સ્વાસ્થ્યમાં થોડો ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. આ પરેશાની લાંબા સમય માટે હશે નહીં. તેનાથી જલ્દી રાહત મળી જશે. આ દરમિયાન તમે કોઈ પડકારને સરળતાથી પાર કરી લેશો અને જીત હાસિલ કરશો. સાથે દરેક કાર્યમાં સફળતા હાસિલ થવાથી મન પ્રસન્ન રહેશે અને ધનલાભનો યોગ બની રહ્યો છે. સમાજમાં માન-સન્માન વધશે. આ સમય તમારા માટે સારો રહેવાનો છે.

કુંભ રાશિ

બુધ તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. આ સમય તમને પૈસાથી લઈને ઓળખ સુધી દરેક બાબતમાં આગળ લઈ જઈ શકે છે. જો તમે કોઈપણ રોગથી પરેશાન હતા, તો હવે રાહત મળવાની શક્યતા છે. નોકરીમાં તમારું પ્રદર્શન તમને ખાસ બનાવશે અને લેખન, મીડિયા અથવા સર્જનાત્મક ક્ષેત્રોમાં કામ કરતા લોકોને નવી તકો મળશે. તમારી મહેનત હવે રંગ લાવશે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Raina
error: Unable To Copy Protected Content!