લગ્ન કરાવવા માટે દલાલને આપ્યા હતા 6 લાખ રૂપિયા પરંતુ લગ્નના 9 દિવસ બાદ જ ભાગી ગઇ દુલ્હન…

મેરેજ કરવા ત્રણ ત્રણ વીઘા જમીન ગીરવે મૂકી, સુહાગરાતની રંગીન રાત ગુજારીને દુલ્હાને કર્યો કાંડ

રાજય સહિત દેશભરમાં લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે લગ્ન ઇચ્છુક યુવકોને આવી યુવતિઓ ફસાવી લગ્ન કરી બાદમાં ઘરમાંથી ઘરેણા અને રોકડ રકમ લઇને ભાગી જતી હોય છે. હાલ આવો એક કિસ્સો અલવરમાંથી નોંધાયો છે. અલવરમાં એક વ્યક્તિએ 3 મહીના પહેલા લગ્ન કર્યા હતા પરંતુ લગ્નના 9 દિવસ બાદ જ દુલ્હન ભાગી ગઇ. ભરતપુર નિવાસી ભોલા ગુર્જરે લગ્ન માટે દલાલોને 6 લાખ રૂપિયા આપ્યા હતા. દુલ્હનના ભાગી જવા પર તેમણે અલવરના ખેરલી નિવાસી દલાલ રામ સિંહથી પૈસા પરત માંગ્યા તો રામ સિંહે 2 લાખ રૂપિયા પરત કર્યા, જયારે ભોલા ગુર્જરે વારંવાર પૈસા માંગ્યા તો રામ સિંહે તેના પર લૂંટનો મામલો દાખલ કરાવ્યો.

પ્રતિકાત્મક તસવીર

પોલિસે તપાસ કરી તો આ સમગ્ર મામલાનો ખુલાસો થયો. રામ સિંહે 8 સપ્ટેમ્બરના રોજ લૂંટનો ખોટો કેસ દાખલ કરાવ્યો હતો. ખેરલીના થાનાધિકારીએ જણાવ્યુ કે, 8 સપ્ટેમ્બરના રોજ રામ સિંહ ગુર્જર નિવાસી લાઠકીએ કેસ દાખલ કરાવ્યો કે તે મોડી સાંજે ગામ તરફ જઇ રહ્યો હતો. પેટ્રોલ પંપ પાસે બે લોકો આવ્યા અને તેની બાઇકને પાડી દીધી અને 2 હજાર રૂપિયા લૂંટી લીધા. રામ સિંહે લૂંટ કરનારમાં એક નામ ભોલા ગુર્જર જણાવ્યુ હતુ.

પોલિસે લૂંટની ઘટના સમયે ભોલાની લોકેશનની જાણ કરી તો ત્યારે ખબર પડી કે ત્યારે તે ભરતપુરના સિરથલીમાં હતો. પોલિસને આ ઘટના પર શક થઇ ગયો, તેમણે તપાસ કરી તો જાણ થઇ કે તે બંને વચ્ચે પૈસાની લેણદેણ છે. પોલિસ અનુસાર, ભોલાના ત્રણ મહિના પહેલા બહરોડમાં લગ્ન હતા, લગ્ન કરાવવા માટે રામ સિંહ ત્રણ લોકો દલાલ હતા. જેમણે ભોલા પાસેથી 6 લાખ રૂપિયા લીધા હતા.

પ્રતિકાત્મક તસવીર

લગ્નના 9 દિવસ બાદ દુલ્હન ભાગી ગઇ. તે બાદ ભોલાએ રામ સિંહ પાસે પૈસા માંગ્યા. પૈસા માંગવાની ઝંઝટથી છૂટકારો મેળવાવા માટે રામ સિંહે લૂટની ખોટી કહાની ઘડી હતી. પોલિસે રામ સિંહ ગુર્જરની ધરપકડ કરી છે.

Shah Jina