ભારતીય લગ્નમાં આવ્યા વિદેશી બેન્ડવાજા વાળા, ભૂરિયાઓને વાજા બગાડતા જોઈને લોકો બોલ્યા… “ભારતીયો કઈ પણ કરાવી શકે…”

ભારતીયોએ અંગ્રેજો પાસે લીધો ક્લાસિકલ બદલો, લગ્નમાં વગાડાવ્યું બેન્ડ, વાયરલ થયો વીડિયો.. જુઓ

દેશભરમાં હાલ લગ્નની ધૂમ મચી રહી છે, ઠેકઠેકાણે અઢળક લગ્નો પણ થઇ રહ્યા છે, ત્યારે ઘણા લગ્નની અંદરથી એવા એવા વીડિયો સામે આવે છે જે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ જતા હોય છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે જેમાં વિદેશી બેન્ડવાળા બેન્ડવાજા વગાડતા જોવા મળી રહ્યા છે.

આજના સમયમાં લગભગ તમામ લગ્નોમાં પંજાબી ગીતો પર ડાન્સ જોવા મળે છે. લગ્નોમાં બેન્ડની  હાઈ ડિમાન્ડ હોય છે અને મહેમાનો ડાન્સ કરવા માટે ખૂબ જ તૈયાર પણ જોવા મળે છે. બેન્ડ વાગતાની સાથે જ લોકોએ ડાન્સ કરવા પણ મજબુર બનતા હોય છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બ્રિટિશ વ્યક્તિઓ બેન્ડ બાજા વગાડી રહ્યો છે.

ગુરમીત ચઢ્ઢા, કમ્પ્લીટ સર્કલ વેલ્થ સોલ્યુશન્સના મેનેજિંગ પાર્ટનર અને ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર, મોટાભાગે બિઝનેસ અને રોકાણને લગતી ટ્વીટ કરે છે. જોકે, તેણે હાલમાં જ ટ્વિટર પર પંજાબી લગ્નનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે પંજાબી લગ્ન દરમિયાન બેન્ડ બાજા વાળા બ્રિટિશ છે. આ આખો વીડિયો જોયા પછી તમે પણ ડાન્સ કરવા મજબૂર થઈ જશો.

વાયરલ ટ્વીટમાં પાઘડી પહેરનાર પંજાબી છે. 20 જાન્યુઆરીના રોજ કરવામાં આવેલી ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે, “અંગ્રેજો પાસે બેન્ડ અને ઢોલ વગાડી રહ્યા છે પંજાબી. ભારતીયો દ્વારા ક્લાસિકલ બદલો.” ત્યારે હવે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા જ લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપવા માટે પણ મજબુર બન્યા છે.

Niraj Patel