ના ઓડી, ના મર્સીડીઝ, ના બગી ગાડી, ભાવનગરમાં આ વરરાજા આવ્યા JCB ઉપર જાન જોડીને, જુઓ વીડિયો

આખા દેશ સહીત ગુજરાતમાં પણ હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ઘણા બધા યુગલો લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે, અને આ દરમિયાન લગ્નમાંથી ઘણા એવા એવા વીડિયો અને તસવીરો સામે આવે છે જે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ જતા હોય છે. ખાસ કરીને આજે લોકો પોતાના લગ્નને ખાસ બનાવવા માંગતા હોય છે, અને તે ઈચ્છે છે કે તેમના લગ્ન ચર્ચાનો વિષય બને.

આપણે ઘણા લગ્નની અંદર જોયું હશે કે વરરાજા લગ્નમાં મોંઘી દાટ ગાડીઓ કે પછી હેલીકૉપટરમાં જાન લઈને પહોંચે છે, પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે, જેને સૌ કોઈને હેરાન કરી મુક્યા છે. કારણ કે આ વરરાજાએ તો જાન જોડવા માટે અનોખો જુગાડ કર્યો, તે કોઈ મોંઘી દાટ ગાડી કે ઘોડાગાડી નહિ પરંતુ જેસીબીમાં જાન લઈને પરણવા માટે પહોંચ્યો હતો, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકોમાં પણ આ ઘટના ચર્ચાનો વિષય બની છે.

આ અનોખી જાન જોડાઈ હતી ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાંતણિયા ગામે. જ્યાં જેસીબીમાં જાન જોડીને આવતાં લોકોમાં કુતૂહલનો માહોલ સર્જાયો હતો. આ લગ્ન હહત જેસર તાલુકાના તાંતણિયા ગામ ખાતે રહેતા દાઉદભાઈ અલીભાઈ ઓઢેજાના દીકરા નજીરભાઈ ઓઢેજાના. લગ્ન કરવા માટે જયારે તેની જાન નીકળી ત્યારે તેને પોતાની જાન JCBમાં વાજતે-ગાજતે ધામધૂમથી કાઢી, અને સાસરે કન્યા લેવા માટે પહોંચ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

જ્યાંથી પણ આ જાન પસાર થઇ ત્યાં લોકોના ટોળા આ અનોખી જાનને જોતા જ રહી ગયા હતા. આ અનોખી જાનને જોઈને આજુબાજુનાં ગ્રામજનો તેમજ લગ્નમાં પધારેલા મહેમાનોમાં પણ કુતૂહલનો માહોલ સર્જાયો હતો. સોશિયલ મીડિયામાં આ વીડિયોને જોઈને ઘણા બધા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel