લગ્નના મંડપમાં બેસીને જ કન્યાએ વરરાજાને વૉટ્સએપ પર મોકલ્યો એવો મેસેજ કે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો વરરાજા, જોઈને તમારી આંખોમાં આંસુઓ આવી જશે

કન્યાના હાથને બરાબર ટાઈટ પકડીને લગ્ન મંડપની અંદર જ વૉટ્સએપનો મેસેજ વાંચતા વાંચતા ભાવુક થયો વરરાજા… મહેમાનો પણ જોઈને થયા ઈમોશનલ.. જુઓ વીડિયો

ભારતમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે અને આ સીઝનમાં સોશિયલ મીડિયા પણ લગ્નના વીડિયોથી ભરાઈ ગયું છે. વાયરલ થતા વીડિયોમાં ઘણીવાર એવી એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે જેને જોઈને તમારી આંખોમાંથી પણ આંસુઓ આવી જાય અને તે જોઈને ઘણા લોકો ભાવુક પણ થઇ જતા હોય છે.

તમે લગ્નની અંદર કન્યા વિદાય સમયે લોકોને ખાસ ભાવુક થતા જોયા હશે. જેમાં કન્યા જયારે વિદાય લેતી હોય ત્યારે તેના પિયરપક્ષના લોકો તેને ભેટીને રડતા પણ હોય છે. પરંતુ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે લગ્ન સમયે વરરાજા પણ ભાવુક થાય છે. આવી ઘટનાઓ બહુ ઓછી જોવા મળે છે, પરંતુ હાલ આવી જ એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

વાયરલ વીડિયોમાં હૃદય સ્પર્શી ક્ષણ બતાવવામાં આવી છે. વરરાજા ફેરા લેતા પહેલા લગ્નના મંડપમાં ભાવુક થતા જોઈ શકાય છે. ક્લિપમાં, વરરાજા વોટ્સએપ પર મેસેજ વાંચતો જોઈ શકાય છે જ્યારે કન્યા તેની તરફ પ્રેમથી જોઈ રહી છે. વરરાજા દુલ્હનનો હાથ પકડીને તેના ફોન પરથી દુલ્હનને તેની પ્રતિજ્ઞા વાંચતો જોવા મળે છે.

વચન સંભળાવતી વખતે વર ભાવુક થઈ જાય છે અને કન્યા તેને શાંત કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે કારણ કે તે તેની પ્રતિજ્ઞાઓનું પાઠ કરે છે. આ પછી, દંપતીના પરિવારનો એક સભ્ય વરરાજાને આંસુ લૂછવા માટે ટીશ્યુ આપે છે. આ દરમિયાન મહેમાનો તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. જો કે, તેને બેકગ્રાઉન્ડમાં કોઈ બ્રેક લેવા માટે પણ કહે છે.

વીડિયોના અંતે, વરરાજા તેની પ્રતિજ્ઞા વાંચ્યા પછી કન્યાને ચુંબન કરે છે. વિડીયો ક્લિપ witty_wedding નામના પેજ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટ વાયરલ થયા પછી, ક્લિપને લગભગ એક લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે ત્રણ હજારથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે. એક યુઝરે લખ્યું, “લોકો લગ્ન ભૂલી શકે છે પરંતુ યાદગાર ઘટના નથી ભૂલતા.”

Niraj Patel