એરહોસ્ટેસ કન્યા પરંપરાઓના બંધનો તોડી અને વાજતે ગાજતે ઘોડી ઉપર બેસી વરરાજાને લેવા માટે પહોંચી ગઈ, જુઓ વીડિયો

લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણી તસવીરો અને વીડિયો વાયરલ પણ થતા હોય છે, દરેક વર કન્યા તેમના લગ્નને ખાસ અને ખુબ જ યાદગાર બનાવવા મંગતા હોય છે અને તેના કારણે જ તે પોતાના લગ્નની અંદર એવા આયોજનો કરે છે જે લોકો પણ જોતા જ રહી જાય છે અને ઘણા લગ્નના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

હાલ એવા જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આપણે મોટાભાગે જોયું હશે કે લગ્નની અંદર વરરાજા ઘોડા ઉપર બેસી અને જાન જોડી કન્યા લેવા માટે જતા હોય છે, પરંતુ વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર સાવ ઉલટું જોવા મળી રહ્યું છે, જેમાં કન્યા ઘોડી ઉપર બેસી અને વાજતે ગાજતે વરરાજાને લેવા માટે જાય છે.

લોકોમાં ચર્ચાનો વિષય બનનારો આ વરઘોડો બિહારના ગયામાંથી સામે આવ્યો છે. જેમાં કન્યા ઘોડી ઉપર સવાર થઈને વરરાજાના ઘરે પહોંચે છે અને તેના બાદ વરરાજા ગાડીમાં બેસી અને કન્યાની ઘોડી પાછળ લગ્નના મંડપમાં જવા માટે રવાના થાય છે. ઘોડી ઉપર વાજતે ગાજતે નીકળેલી કન્યાને જોવા માટે લોકોના ટોળા પણ ઉમટી આવે છે.

વીડિયોની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ઘોડી ઉપર બેસીને દુલ્હન પોતાના લગ્નને ખુબ જ એન્જોય કરી રહી છે. વરઘોડો જયારે ગયાના સીજુઆર સ્ટેટ પહોંચ્યો ત્યારે કન્યાએ ઘોડી ઉપરથી ઉતરી અને જબરદસ્ત ડાન્સ પણ કર્યો અને સીટી પણ વગાડી હતી. આ અનોખા વરઘોડાને જોવા માટે લોકોનો મેળાવળો જામ્યો હતો.

લગ્ન કરી રહેલી કન્યાનું નામ અનુષ્કા છે. તે વ્યવસાયે એક એરલાઇન્સમાં સિનિયર એર હોસ્ટેસ છે અને વરરાજા કોલકાત્તામાં મોટો બિઝનેસમેન છે. લગ્નના બધા જ રીતિ રિવાજો સીજુઆર સ્ટેટની ધર્મશાળામાં થયા. લગ્નમાં આવનારા મહેમાનોએ પણ ખુબ જ મસ્તી કરી અને વર કન્યાને નવા જીવન માટે આશીર્વાદ પણ આપ્યા.

Niraj Patel