લગ્નના ત્રીજા જ દિવસે દુલ્હનની ખુલી એવી પોલ કે દુલ્હાના ઉડી ગયા હોંશ, લગ્નના ત્રણ દિવસ બાદ થઇ રફુચક્કર
લગ્નના ત્રણ દિવસ બાદ દુલ્હન ફરાર થઇ જવાનો મામલો સામે આવ્યો છે. પેટમાં દુખાવાની ફરિયાદ પર સાસરાવાળા જ્યારે વહુને હોસ્પિટલ લઇ ગયા તો ડોક્ટરોએ જે જણાવ્યુ તે જાણી તો તેમના હોંશ જ ઉડી ગયા. ડોક્ટરોએ જ્યારે કહ્યુ કે વહુ પ્રેગ્નેટ છે તો સાસરાવાળાના પગ નીચેથી જમીન સરકી ગઇ. આ વચ્ચે મોકો જોઇ વહુ હોસ્પિટલથી જ ફરાર થઇ ગઇ, તે બાદ વહુની શોધમાં સાસરાવાળા પોલિસ અધિકારીઓના ચક્કર કાપી રહ્યા છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
આ સનસનીખેજ મામલો ઉત્તરપ્રદેશના મેરઠના થાના મેડિકલ ક્ષેત્રના શાસ્ત્રીનગર વિસ્તારનો છે, જ્યાં કેટલાક દિવસ પહેલા સીમા નામના છોકરીના લગ્ન થયા અને તે સાસરે ગઇ. આ પછી અચાનક તેની તબિયત ખરાબ થઇ અને પેટ દર્દની ફરિયાદ સાથે તેને ક્લીનિક લઇ જવામાં આવી, પણ ડોક્ટરોના ચેકઅપ બાદ વહુના પ્રેગ્નેટ હોવાની જાણ સાસરાવાળાને થઇ. આ પછી સાસરાવાળાના હોંશ ઉડી ગયા. પોતાની પોલ ખુલતા જ વહુ ત્યાંથી ફરાર થઇ ગઇ.
વહુને શોધવા માટે સાસરાવાળા પોલિસ સ્ટેશનથી લઇ SSP સુધીના ચક્કર કાપી રહ્યા છે, પણ હજુ સુધી તેનો કોઇ અતોપતો લાગ્યો નથી. નૌચદી વિસ્તારની રહેવાસી મહિલાનો આરોપ છે કે શિવશક્તિ નગરમાં રહેતા વચેટિયા અર્જુનનો પુત્રના લગ્ન માટે સંપર્ક કર્યો હતો. તેણે કહ્યું હતું કે તે લોની નિવાસી એક યુવતિ સાથે લગ્ન કરાવી શકે છે, પરંતુ દહેજમાં કંઈ નહીં મળે. લગ્ન કરાવવાના નામે 50 હજાર રૂપિયા લીધા.
25 જાન્યુઆરીએ અર્જુન દિલ્હી લાલ કિલ્લાની પાછળ આવેલા મંદિરમાં લઈ ગયો અને અહીં લગ્ન કરાવ્યા, જ્યારે દુલ્હનનો પર્દાફાશ થયો ત્યારે પરિવારે કન્યાના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ મળ્યુ નહીં. બાદમાં ખબર પડી કે દુલ્હનના તમામ સંબંધીઓ ભાડા પર લાવવામાં આવ્યા હતા. ત્યારે હવે પીડિત પરિવારે પોલીસને ન્યાયની અપીલ કરી છે.