અરે વાહ ! આ ઉંમરે જોશ અને જુસ્સો તો જુઓ…સોશિયલ મીડિયામાં છવાયા દુલ્હનના માતા-પિતા, કર્યો એવો ડાંસ કે- જુઓ વીડિયો

અરે વાહ ! આ ઉંમરે જોશ અને જુસ્સો તો જુઓ…દીકરીના લગ્નમાં ‘દિલ લે ગઇ કુડી ગુજરાત દી..’ પર ડાંસ કરી છવાયા દુલ્હનના મમ્મી-પપ્પા

કહેવાય છે ને કે  દીકરા-દીકરીના લગ્નનો પ્રસંગ દરેક  માતા-પિતા માટે ઉત્સવ અને ઉમંગનો પ્રસંગ હોય છે, સંતાનોના લગ્નમાં માતા-પિતાના માથે અનેક જવાબદારીઓ હોય છે. મહેમાનોના સ્વાગતથી માંડી તમામ પ્રકારની તૈયારીઓમાં વ્યસ્ત રહેતા હોય છે. કેમ કે આ એક એવો સમય હોય છે કે ફરી આ સમય પાછો નથી આવવાનો. માતા-પિતા દિલથી ખુશ હોય છે, ત્યારે લગ્ન વધુ ખાસ બની જાય છે .જે આ વીડિયો પરથી સાબિત થઈ રહ્યું છે.

અનેકવાર લગ્નના રિવાજો સાથેના અનેક વીડિયો આપણે સોશિયલ મીડિયામાં જોતાં હોઈએ છીએ, ત્યારે લગ્ન પહેલાની સંગીત સેરેમનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં એક દુલ્હનના માતા-પિતા સંગીત સેરેમનીમાં જોશ અને ઉત્સાહ સાથે દિલ લે ગઇ કુડી ગુજરાત દી સોંગ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયો પંજાબી પરિવારમાં લગ્નનો લાગી રહ્યો છે. આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને ક્મેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી આને  જ સાચો ઉત્સવ ગણાવ્યો છે. જયારે બીજા એક યુઝરે લખ્યું, દરેકને આવા માતા-પિતા મળવા જોઈએ જે પોતાના બાળકોની ખુશીમાં ભાગ લે.

 

View this post on Instagram

 

A post shared by Prerna Mehra (@thegirlinskyhighheels)

Previous Article

દેશી બાબાનો વિદેશી ડાન્સ ! બાબાજીએ વિદેશી યુવતી સાથે કર્યો એવો ડાન્સ કે વીડિયો થઇ ગયો વાયરલ

Next Article

વડોદરામાં યુવકે દારૂના નાશમાં પુર ઝડપે કાર ચલાવી 3 વાહનોને મારી ટક્કર, રોષે ભરાયેલા ટોળાએ આરોપીને મેથીપાક ચખાડ્યો

error: Protected Content!