લાંબા લચક વરરાજાના ગળામાં વરમાળા જ નહોતી પહેરાવી શકતી દુલ્હન, સર્જાયા એવા દૃશ્યો કે બહેનપણીઓ પણ પેટ પકડીને હસવા લાગી, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા રહે છે, જેમાં ઘણી એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને કોઈપણ પેટ પકડીને હસવા માટે મજબુર થઇ જાય. ખાસ કરીને વરરાજાના મિત્રો અને કન્યાની બહેનપણીઓ દ્વારા કરવામાં આવતા મસ્તી મજાક લોકોને ખુબ જ પસંદ આવે છે, પરંતુ હાલ એક લંબુજી વરરાજાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

1981માં અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ ‘લાવારિસ’નું ગીત ‘જીસ્કી બીવી લંબી ઉસ કા ભી બડા નામ હૈ’ તમે સાંભળ્યું જ હશે. આ ગીતથી વિપરીત લગ્નનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દુલ્હન નહીં પરંતુ વરરાજાની હાઈટ એટલી ઉંચી હતી કે દુલ્હન કૂદીને માળા નાખવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તેમ છતાં તે સરળતાથી માળા પહેરાવી શકતી નહોતી. જ્યારે લોકોએ આ વીડિયો જોયો તો બધાના ચહેરા પર સ્મિત આવી ગયું.

આ વીડિયોમાં જ્યારે દુલ્હન માળા પહેરાવી રહી હતી ત્યારે તેની પાછળ ઉભેલા મહેમાનો અને સંબંધીઓ હસી રહ્યા હતા. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે વરરાજા અને કન્યા સ્ટેજ પર ઉભા છે અને તેમની આસપાસ ઘણા સંબંધીઓ અને મિત્રો ઉભા છે. આ લગ્નમાં સૌથી અનોખી વાત એ છે કે વરની ઊંચાઈ ખુબ જ લાંબી હતી અને કન્યાની ઊંચાઈ ઘણી ઓછી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ravi Kant (@ravikany87)

થોડીક સેકન્ડો માટે વર-કન્યા હાથમાં માળા લઈને ઊભા રહ્યા, પરંતુ જેમ જ વરમાળાની વિધિ શરૂ થઈ કે તરત જ કોઈ રમત શરૂ થઈ ગઈ હોય એવું લાગ્યું. કારણ કે દુલ્હન કુદકા મારી મારીને આટલા લાંબા વરરાજાના ગળામાં માળા પહેરાવી રહી હતી. સામાન્ય રીતે લગ્નોમાં, વરરાજાના મિત્રો તેને ઊંચકે છે જેથી કન્યા સરળતાથી તેના ગળામાં માળા ન પહેરાવી શકે, પરંતુ અહીં આ વસ્તુની જરૂર નહોતી. કારણ કે વરરાજાની ઊંચાઈ આગળ કન્યા કૂદી કૂદીને થાકી ગઈ, અંતે વરરાજા થોડા નીચા નમે છે અને કન્યા માળા પહેરાવે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel