સસરા હોય તો આવા : આ ગામમાં પહેલીવાર હેલીકૉપ્ટરમાં વિદાય થઇ દીકરીની, જુઓ તસવીરોમાં સસરાની ઈચ્છા હતી કે વહુ હેલીકૉપ્ટરથી સાસરીમાં પગ મૂકે

આજના સમયમાં લગ્ન સમારંભ પણ ખુબ જ ખાસ બને તેવું દરેક વ્યક્તિ ઇચ્છતા હોય છે. ત્યારે લગ્નની અંદર વિદાયના પ્રસંગને પણ ખુબ જ ખાસ બનાવવા માટે ઘણા લોકો કઈક અનોખો કરવાનો પ્રયત્ન કરતા હોય છે.

આ દરમિયાન જ આવી એક અનોખી વિદાયનો પ્રસંગ સામે આવ્યો છે, જેમાં ગામની અંદર પહેલીવાર કોઈ દીકરીની વિદાય હેલીકૉપ્ટર દ્વારા કરવામાં આવી. જેને જોવા માટે પણ ઘણા જ લોકો ઉમટી પડ્યા હતા.

આ અનોખી વિદાય યોજાઈ છે હનુમાનગઢ જિલ્લાના પીલીબંગામાં જ્યાં વરરાજા પોતાની દુલ્હનને હેલીકૉપ્ટરમાં વિદાય કરીને લઇ ગયો. 29 તારીખની રાત્રે મંડી ડબવાળીના સંદીપ શર્માના પુત્ર રાકેશ શર્માના લગ્ન પીલીબંગાના શંભુ શર્માની પુત્રી મોનીકા શર્મા સાથે ખુબ જ ધામધૂમથી કરવામાં આવ્યા.

વરરાજાના પિતા ઇચ્છતા હતા કે જ્યાં પણ દુલ્હન આવે ત્યારે હેલીકૉપ્ટરથી જ સાસરે આવે. આ જાન પંજાબના લંગીથી આવી હતી. તેમનું પૈતૃક ગામ પંજાબનું લંબી છે.  જે શિરોમણી અકાલી દળના પ્રમુખ અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બદલનું ગામ છે.

જેવું જ દુલ્હનને લઈને હેલીકૉપ્ટર ઉતર્યું તો મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ અને લોકો જોવા માટે પહોંચી ગયા. હેલીકૉપ્ટરથી વિદાય ઉપર બંને પક્ષના લગભગ 5 લાખ રૂપિયા ખર્ચ થયો. જેના માટે પ્રસાશનના વિવિધ વિભાગ દ્વારા હેલીકૉપ્ટર લેન્ડિંગ અને ટેકઓફની મંજૂરી પણ લેવામાં આવી, જેમાં નોઈડાના હેલી સર્વિસથી હેલીકૉપ્ટર મંગાવવામાં આવ્યું. પીલીબંગામાં પહેલીવાર કોઈ દીકરીની વિદાય હેલીકૉપ્ટર દ્વારા કરવામાં આવી હતી.

Niraj Patel