લગ્નના જોડા પર લેબનો કોટ પહેરી પરીક્ષા રૂમમાં ઘૂસી દુલ્હન, મંડપમાં જતા પહેલા આપવા આવી પ્રેક્ટિકલ પરીક્ષા- જુઓ વીડિયો

લગ્નવાળા દિવસે દુલ્હન મંડપમાં ન બેસી ચાલી ગઇ એવી જગ્યાએ કે વીડિયો જોઇ મિત્ર કરી રહ્યા છે વાહવાહી

સોશિયલ મીડિયા પર લગ્નના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ હાલમાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તે બિલકુલ અલગ છે. વાયરલ વીડિયો બીજા કોઇનો નહિ પણ એક દુલ્હનનો છે જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. લગ્નની સાડી પહેરીને પ્રેક્ટિકલ પરીક્ષા આપી રહેલી દુલ્હનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે બ્રાઇડલ લુક પર લેબ કોટ પહેરેલી જોઈ શકાય છે અને તેના ગળામાં સ્ટેથોસ્કોપ પણ જોવા મળી રહ્યુ છે.

કેરળની બેથાની નવજીવન કોલેજ ઓફ ફિઝિયોથેરાપીની વિદ્યાર્થીની શ્રી લક્ષ્મી અનિલનો વીડિયો જોઈને લાખો લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. વીડિયોની શરૂઆત લક્ષ્મી યલો વેડિંગ સાડી અને જ્વેલરીમાં પરીક્ષા ખંડમાં પ્રવેશતા સાથે થાય છે. તે ક્લાસમાં પ્રવેશે છે અને તેના મિત્રોને હાય કરે છે. જેને જોઈને મિત્રો હસે છે અને ખૂબ તાળીઓ પાડે છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે, લક્ષ્મી પરીક્ષા હોલમાં જતા પહેલા તેની પ્રેક્ટિકલ પરીક્ષાની તૈયારી કરતી જોઈ શકાય છે.

તે પરીક્ષા હોલની બહાર આવ્યા બાદ રાહ જોઈ રહેલી તેની માતાને ગળે લગાવે છે. આ હૃદયસ્પર્શી વિડીયો જોયા બાદ ઘણા ઈન્ટરનેટ યુઝર્સ કોમેન્ટ બોક્સમાં તાળીઓ પાડી રહ્યા છે. તેઓ કન્યાની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે તેને પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “મેડિકોઝ લાઇફ, ફિઝિયોથેરાપી, પરીક્ષા અને લગ્ન એક દિવસે.”

વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, “જેમણે લગ્નને નક્કી કર્યા તેમને સલામ.” જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, “આને સમર્પણ કહેવાય છે.” ત્રીજા યુઝરે જણાવ્યું કે તેની સાથે પણ આવું જ થયું હતુ. તેણે લખ્યું, “હું આ પરિસ્થિતિને સંપૂર્ણપણે સમજું છું. મારી પરીક્ષા પણ મારા લગ્નની તારીખની એટલી નજીક હતી. મેં વિચાર્યું કે મારે પણ મારા લગ્નના દિવસે પરીક્ષા આપવાની છે,

 

View this post on Instagram

 

A post shared by _ (@_grus_girls_)

પરંતુ સદનસીબે મારી પરીક્ષા લગ્નના 3 દિવસ પહેલા જ થઈ ગઈ હતી. મજાની વાત એ છે કે દુલ્હન લગ્નના જોડામાં પરીક્ષા આપવા પહોંચી ત્યારે તે એટલી ખુશ દેખાતી હતી કે લોકો પણ તેને જોઈને ખૂબ જ ખુશ છે.

 

View this post on Instagram

 

A post shared by _ (@_grus_girls_)

Shah Jina