હે ભગવાન કેવો કળિયુગ, લગ્ન પછી નાચતા નાચતા જ કન્યા વરરાજાને મૂકીને જાહેરમાં જ બીજા છોકરાને વળગી પડી, બાથ ભરીને એવો જકડી લીધો કે.. જુઓ વીડિયો

કન્યા વિદાય સમયે કન્યા પરિવારના લોકોને નહિ પરંતુ ડાન્સ કરતા કરતા બીજા એક યુવકને વળગીને રડવા લાગી, વીડિયો જોઈને લોકોએ કહ્યું, “હવે આવું બધું જ જોવા મળશે..” તમે પણ જુઓ

હાલ આખા દેશમાં લગ્નો માહોલ ચાલી રહ્યો છે અને તેના કારણે સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો પણ વાયરલ થઇ રહ્યા છે. જેમાં ઘણા વીડિયોની અંદર કેટલીક એવી ઘટનાઓ પણ જોવા મળે છે જેને લઈને લોકો પણ પણ હેરાન રહી જતા હોય છે, ત્યારે હાલ એક વીડિયોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.

સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે લગ્ન એ ખુશીઓનો પ્રસંગ છે પરંતુ જયારે કન્યા વિદાય થાય છે ત્યારે તે પોતાના પરિવારજનોને વળગીને રડતી હોય છે પરંતુ હાલ વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક અલગ જ નજારો જોવા મળ્યો હતો. જેમાં કન્યા વિદાય સમયે એક ફિલ્મી ગીત પર એક યુવક સાથે ડાન્સ કરતા કરતા તેને જ બાથ ભરીને રડવા લાગે છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોની શરૂઆતનું દૃશ્ય કન્યા વિદાય સમયનું હોય તેમ દેખાઈ રહ્યું છે. જેમાં વરરાજા કેટલાક લોકો સાથે ઉભો છે અને કન્યા એક યુવક સાથે ફિલ્મી ગીત પર ડાન્સ કરી રહી છે. કન્યા પણ ડાન્સના સ્ટેપ કરતી નજર આવે છે અને સામે એક છોકરો પણ ડાન્સ કરી રહ્યો છે, પરંતુ ત્યારે જ આ ડાન્સમાં એક વળાંક આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Vishnu Kushwah (@vishnu___kushwah_)

વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે કન્યા અચાનક જ ડાન્સ કરી રહેલા યુવકને ભેટી પડે છે અને તેને બરાબર બાથમાં ઝકડીને રડવા લાગે છે, જેના બાદ એક મહિલા આવીને તેમને અલગ કરવાનો પ્રયત્ન કરે છે અને વરરાજા બાજુમાં ઉભો ઉભો આ જોતો રહે છે. હવે આ વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે અને લોકો પણ તેને લઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

Niraj Patel