સાસરે આવતા પહેલા કન્યા પોતાના દાદીમાને મળવા માટે આવી અને પછી સર્જાયા એવા ભાવુક દૃશ્યો કે જોઈને તમારી આંખો પણ છલકાઈ ઉઠશે, જુઓ વીડિયો

દરેક પિતા પિતાની દીકરીના લગ્નના ઓરતા તેના બાળપણથી રાખે છે અને દીકરી લગ્નની ઉંમરની થાય ત્યારે ધામધૂમથી લગ્ન કરાવતા હોય છે. લગ્નના દિવસે બંને પરિવારમાં ખુશીઓનો માહોલ જોવા મળે છે, પરંતુ જયારે કન્યા વિદાયની ક્ષણ આવે છે ત્યારે લગ્નમાં હાજર તમામની આંખો આંસુઓથી ભીંજાઈ જાય છે.

લગ્ન બાદ દીકરી તેના પરિવારને કાયમ માટે છોડીને જતી રહે છે. પરિવારના સભ્યોએ આ સમયમાં લાગણીશીલ થવું એ સામાન્ય છે. આ દરમિયાન એક દુલ્હનનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પણ વિદાય પહેલાનો છે, જેને જોયા પછી તમે ભાવુક થઈ જશો.

લગ્ન દરમિયાન કેપ્ચર થયેલી સુંદર પળોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે. લગ્ન સાથે જોડાયેલા ઘણા વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલ એવા જ વીડિયોમાં એક દુલ્હન તેના સાસરે જતા પહેલા તેની દાદીને મળવા આવે છે, પરંતુ આ દરમિયાન જે થાય છે તે જોઈને તમે ભાવુક થઈ જશો.

 

View this post on Instagram

 

A post shared by Nooriyat Mua (@nooriyat_mua)

પૌત્રીને જોઈને દાદી રડવા લાગે છે, પરંતુ કન્યા રડવાને બદલે તેને શાંત કરવા લાગે છે. દુલ્હન પોતાની દાદીને એમ કહીને સાંત્વના આપે છે કે તે દૂર નથી જઈ રહી. મારું સાસરું 10 કિમી દૂર છે. તું કહીશ ત્યારે આવી જઈશ. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ઘણા લોકો વીડિયોને જોઈને અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

Niraj Patel