લગ્નમાં દુલ્હનના ફ્રેન્ડે કર્યો એવો ડાંસ કે મહેમાનો મોં પહોળુ કરી રહી ગયા જોતા…જુઓ વીડિયો

દુલ્હનના બેસ્ટફ્રેન્ડે આવી લગ્નમાં મચાવ્યો એવો હંગામો કે જોઇ મહેમાનોના ઉડી ગયા હોંશ- જુઓ વીડિયો

આજકાલના લગ્નોમાં ડાંસ ન હોય, એવું ના હોઇ શકે, લગ્નમાં દુલ્હા-દુલ્હન તો ડાંસ કરે જ પણ સૌથી વધારે મહેફિલ તેમના મિત્રો લૂંટી લે છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર બે વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યા છે, જેમાં દુલ્હનનો બેસ્ટ ફ્રેન્ડ પોતાના ડાન્સથી પાર્ટીની મહેફિલ લૂંટતો જોવા મળે છે. તેનો ડાંસ એટલો જબરદસ્ત હતો કે ખાલી મહેમાનો જ નહિ પણ દુલ્હો પણ મોં ખોલીને તેનો ડાન્સ જોઇ રહ્યો હતો.

એક બેસ્ટ ફ્રેન્ડ તેની ફિમેલ બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં ‘તેરી યારી’ અને ‘જોગી માહી’ પર ડાન્સ કરી રહ્યો હતો અને તેના ડાન્સના વીડિયો જેવા જ સોશિયલ મીડિયા પર આવ્યા કે તે જોતજોતામાં જ વાયરલ થઇ ગયા. આ વીડિયોને યુઝર્સ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.

વીડિયો જોયા બાદ યુઝર્સે બેસ્ટ ફ્રેન્ડના જોરદાર વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હનનો બેસ્ટ ફ્રેન્ડ લાલ રંગની શેરવાનીમાં તેના આકર્ષક મૂવ્સથી ડાન્સ ફ્લોર પર આગ લગાવી રહ્યો છે.બેસ્ટ ફ્રેન્ડનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર પોતાની છાપ છોડી રહ્યો છે.

આ ડાન્સ વિશે સૌથી આકર્ષક બાબત એ છે કે તેના અભિવ્યક્તિઓ હૃદયને હચમચાવી દે છે. બેસ્ટ ફ્રેન્ડનો ડાન્સ જોઈને યુઝર્સ કહી રહ્યા છે કે દરેક દુલ્હનનો આવો મિત્ર હોવો જોઈએ, જે તેના ખાસ દિવસને ઉજ્જવળ બનાવી શકે. આ વીડિયોને swapnil_0106_ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Jain (@cool19sakshi)

વીડિયો શેર કરતી વખતે યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘મેરે યાર કી શાદી’. એક વીડિયોમાં સ્વપ્નિલ ‘તેરી યારી’ પર ડાન્સ કરીને તેની બેસ્ટ ફ્રેન્ડ એટલે કે દુલ્હનને સમર્પિત કરે છે અને પછી તે રણબીર કપૂરની ફિલ્મ ‘બચના એ હસીનો’ના ‘જોગી માહી’ ગીત પર પણ ડાન્સ કરે છે. એક યુઝરે વીડિયો જોયા બાદ કમેન્ટ કરી, “આ ખૂબ જ ક્યૂટ ડાન્સ વીડિયો છે.” ત્યાં અન્ય એક યુઝરે લખ્યું કે, “હું પણ આવા મેલ બેસ્ટ ફ્રેન્ડને લાયક છું.” ત્રીજા યુઝરે લખ્યું, “હાય, મારા લગ્નમાં મારો મેલ ફ્રેન્ડ પણ આવો ડાન્સ કરશે તો મજા આવશે.”

 

View this post on Instagram

 

A post shared by Swapnil Suryawanshi (@swapnil_0106_)

Shah Jina